યોગી આદિત્યનાથનો વિકૃત કરાયેલો ફોટો શૅર કર્યો: સલૂનના કર્મચારી સામે ગુનો...
આમચી મુંબઈ

યોગી આદિત્યનાથનો વિકૃત કરાયેલો ફોટો શૅર કર્યો: સલૂનના કર્મચારી સામે ગુનો…

પાલઘર: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો વિકૃત કરાયેલો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરવા બદલ પાલઘર જિલ્લાના બોઇસરના શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યુંં હતું.

ભાજપના પાલઘર જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ચંદ્રકાંત ભોનેએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરાયેલા ફોટાનો હેતુ સમાાજિક તંગદિલી સર્જવાનો હતો.

પોલીસની તપાસમાં સોશિયલ મીડિયા અકાઉન્ટ ફૈસલ દિલશાદઅલી સલવાની નામના શખસનું હોવાનું જાણવા મળ્યું હતું. બોઇસરમાં રહેતા અને સલૂનમાં કામ કરતા ફૈસલ સલવાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…દિશા પટણી ઘર પર ગોળીબાર: યોગી આદિત્યનાથે પિતા સાથે ફોન પર વાત કરી, કહ્યું આખો પ્રદેશ…

સંબંધિત લેખો

Back to top button