સંબંધ તોડી નાખનારી ગર્લફ્રેન્ડના ઘરમાં યુવકે કર્યો ગોળીબાર…
મુંબઈ: બીડ જિલ્લામાં સંબંધ તોડી નાખનારી ગર્લફ્રેન્ડના ઘરમાં ગોળીબાર કરનારા 24 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. અંબેજોગાઇ ખાતે શુક્રવારે સવારે આ ઘટના બની હતી, જેમાં કોઇને ઇજા થઇ નહોતી.
આ પણ વાંચો : સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ ગણેશ પંડિત ચવાણ તરીકે થઇ હતી. ગણેશ શુક્રવારે સવારે ગર્લફ્રેન્ડના ઘરમાં ઘૂસી આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગર્લફ્રેન્ડના પરિવારજનોએ મધ્યસ્થી કરતાં આરોપી રોષે ભરાયો હતો. તેણે ગર્લફેન્ડના ભાઇ પર ગોળીબાર કર્યો હતો, પણ તે બચી ગયો હતો.
આ પણ વાંચો : નવી મુંબઇમાં ઇમારતો માટે કડક પાર્કિંગ નિયમો
આ ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી અને ચાર કલાકમાં તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રિવોલ્વર અને કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. (પીટીઆઇ)