આમચી મુંબઈ
સગીર છોકરીઓ સામે અશ્ર્લીલ હરકતો કરનારો પકડાયો

થાણે: કલ્યાણમાં સગીર છોકરીઓને અયોગ્ય સ્પર્શ કરી તેમની સામે કથિત અશ્ર્લીલ હરકતો કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
એમએફસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 26 વર્ષનો આરોપી કલ્યાણની ચાલમાં રહેતી સગીરાઓને અયોગ્ય સ્પર્શ કરતો હતો. સગીરાઓ જાહેર શૌચાલયમાં ગઈ હોય ત્યારે આરોપી બારીમાંથી ડોકિયું કરતો હતો.
આ પણ વાંચો : થાણેમાં પાણીની પાઇપલાઇન માંથી બિલાડીના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઘણી વાર છોકરીઓ પસાર થતી હોય ત્યારે તેમની સામે આરોપી નગ્ન થઈ જતો હતો. આ પ્રકરણે રિક્ષા ડ્રાઈવરે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)