આમચી મુંબઈ

મલાડની શોપિંગ સેન્ટરમાં આગ: અનેક લોકોને બચાવી લેવાયા

શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવેલા લોકો અંદર ફસાઈ ગયા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)માં જૈન મંદિર રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના એક્મે શોપિંગ સેન્ટરમાં પહેલા માળે એસી યુનિટમાં બુધવારે સાંજે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગ લાગી ત્યારે અનેક લોકોમાં તેમાં ફસાઈ ગયા હતા, તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એકમે ગ્રાઉન્ડ પ્લસ બે માળના શોપિંગ સેન્ટરના પહેલા માળા પર આવેલા એક ગાળાના એસી યુનિટમાં સાંજે ૬.૫૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. એ દરમિયાન આ શોપિંગ સેન્ટરમાં ખરીદી માટે આવેલા અનેક લોકો પહેલા અને બીજા માળે ફસાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.

આગની જાણ થતા ફાયરબ્રિગેડના પાંચ ફાયર એન્જિન, એક વોટર ટેન્કર, ચાર જેટી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાત વાગ્યાની આસપાસ આગને એક નંબરની જાહેર કરવામાં આવી હતી. આગ પહેલા માળે એસી યુનિટમાં લાગ્યા બાદ તે ફેલાઈ ગઈ હતી.

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં સેન્ટરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, તેથી શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવેલા લોકો અંદર ફસાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. આગ લાગી ત્યારે પહેલા માળા પર સાતથી આઠ લોકો અને બીજા માળા પરથી નવ લોકોને દાદરા પરથી સુરક્ષિત રીતે બહાર કાઢીને બચાવી લેવામાં સફળતા મળી હતી.
આગ બુઝાવવા માટે શોપિંગ સેન્ટરમાં રહેલા રહેલી હોર્સ લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button