આમચી મુંબઈ

મલાડ મીઠ ચોકીના ફ્લાયઓવરનો અંધેરી બરફીવાલા જેવો છબરડો? WATCH

મેટ્રો લાઈન અને બંધાઈ રહેલા પુલ વચ્ચે અંતર ઘણું ઓછું છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પુલ વિભાગના અધિકારીઓએ પુલ બાંધવામાં વધુ એક વખત છબરડો કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. મલાડના મીઠ ચોકી જંકશન પર નિર્માણધીન ફ્લાયઓવર અને ઉપરથી પસાર થતી મેટ્રો લાઈન વચ્ચે બહુ ઓછું અંતર જણાયું રહ્યું છે, તેને કારણે વાહનો કેવી રીતે આ ફ્લાયઓવર પરથી પસાર થશે એવો સવાલો થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રવિવારેે મલાડના મીઠ ચોકી જંકશન પર નિર્માણધીન પુલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘મુંબઈમાં નિર્માણધીન વધુ એક આર્કિટેક્ચરલ છબરડો, મલાડ માર્વે રોડ પર આ નિર્માણધીન ફ્લાયઓવર ન્યૂ લિંક રોડ પર મેટ્રો લાઈન પર અચાનક પૂરો થઈ રહ્યો હોય તેવું લાગે છે. શું કોઈ એવી શક્યતા જણાય છે કે કોઈ વાહન અથવા માણસ પણ આ મેટ્રો લાઈનની નીચેથી પસાર થઈ શકે છે?

વીડિયોમાં દેખાતા બ્રિજ અને ઓવરહેડ મેટ્રો ૨-એ વચ્ચે એકદમ ઓછું અંતર જણાઈ રહ્યું છે. જે રીતે અંધેરીનો ગોખલે બ્રિજ અને બરફીવાલ પુલ વચ્ચે પાલિકાના અધિકારીઓની ભૂલને કારણે લગભગ અઢી મીટરનું અંતર રહી ગયું હતું અને તેમને સમાંતર લાવવામાં નાકે દમ આવી ગયો હતો, તેવો જ છબરડો મલાડની મીઠ ચોકી જંકશન પર બાંધવામાં આવેલા પુલમાં કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મલાડમાં બાંધવામાં આવી રહેલા આ પુલ બાબતે પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ પુલ હજી નિર્માણધીન છે. એક વખત પુલનું બાંધકામ પૂરું થઈ ગયું તો ત્યારબાદ તેને વર્તમાન સ્થિતિથી નીચે લાવવામાં આવશે. હાલમાં કામ કરવા માટે સ્ટ્રક્ચરને વુડન લોગ પર મૂકવામાં આવ્યું છે. એક વખત ગર્ડર લોન્ચ થઈ જશે પછી મેટ્રોથી પુલ વચ્ચેનું અંતર ૩.૫ મીટરનું રહેશે. આ પુલ માત્ર હલકાં વાહનો માટે બનાવવામાં આવ્યો છે. પુલનું બાંધકામ પૂરું થયા બાદ અહીં ઊંચાં વાહનો પર પ્રતિબંધ રહેશે અને તે માટે હાઈટ બેરિયર્સ બેસાડવાનું પ્રસ્તાવિત છે. મલાડની મીઠ ચોકી પર ટ્રાફિકના ભારને આ પુલ હળવો કરશે.

આ પુલનું કામ તેના અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવે છે. આગામી બે મહિનામાં તેનું કામ પૂરું થાય એવી શક્યતા છે. આ પુલ બની ગયા બાદ ટ્રાફિકમાં રાહત મળશે. જે લોકો મનોર, મઢ અને માલવણીથી મલાડ રેલવે સ્ટેશન તરફ જાય છે તેમની માટે આ નિર્માણધીન પુલ રાહતરૂપ બની રહેશે એવો પાલિકાનો દાવો છે.

| Also Read: વિક્રોલીવાસીઓની આ સમસ્યાનો આવશે અંત, પણ ખર્ચમાં વધારો

લગભગ ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બની રહ્યો છે. આ પુલ ૮૦૦ મીટરનો છે અને તે ‘ટી-આકાર’નો છે. પુલની જમણી બાજુ ગિરિધર પાર્ક બ્રિજથી નીકળશે અને મલાડ ક્રીક ઉપરથી પસાર થશે. તો પુલની પશ્ર્ચિમ બાજુ સેન્ટ જોસેફ સ્કૂલથી નીકળશે અને આગળ મલાડ સ્ટેશન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જશે. તો પુલનો બીજો રસ્તો દક્ષિણ તરફ જશે અને તેને કારણે પુલ ‘ટી’ આકારનો જણાશે. આ દક્ષિણ તરફનો રોડ લિન્ક રોડ પર ઊતરશે અને ત્યાંથી વાહનચાલકો ઈન્ફિનિટી મોલ અને અંધેરી તરફ આગળ વધી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…