આમચી મુંબઈ

Malad Human Finger Found In Icecream: આઈસ્ક્રીમ બનાવનારી કંપનીએ નિવેદન આપતા કહ્યું કે અમે…

મુંબઈઃ આઈસ્ક્રીમમાં મનુષ્યની આંગળી મળી હોવાનું પ્રકરણ મુંબઈ (Human Finger Found In Icecream At Malad) માં ખાસ્સું ગાજ્યું છે અને આ મામલે દરરોજ કોઈને કોઈ નવી નવી માહિતી સામે આવતી જ રહે છે. મલાડમાં બનેલા આ પ્રકરણે કંપનીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. આવો જોઈએ કંપનીએ શું કહ્યું છે એ જોઈએ-
મલાડમાં એક ડોક્ટરે ઓનલાઈન ડિલીવરી કરતી એપ પરથી ત્રણ આઈસ્ક્રીમ ઓર્ડર કરી હતી અને એમાંથી બે ઈંચ જેટલી માણસની આંગળીનો ટૂકડો મળી આવતા પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

હવે આ મામલે આઈસ્ક્રીમની કંપની દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. યમ્મો કંપની દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમે આ પ્રકરણને ખૂબ જ ગંભીરતાથી લીધું છે. સંબંધિત યુનિટનું થર્ડ પાર્ટી ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ એ થર્ડ પાર્ટી કંપનીએ કરેલી સંબંધિત અને અન્ય ઉત્પાદનો પણ બજારમાંથી પાછા મંગાવવામાં આવ્યા છે.

ઉત્પાદનની ગુણવત્તા અને સુરક્ષિતતા જ અમારો મહત્ત્વનો તેમજ અંતિમ ઉદ્દેશ છે. અમારી કંપની કાયદાઓનું પાલન કરવામાં માને છે. આ પ્રકરણે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમે અધિકારીઓને સંપૂર્ણ સહકાર અને મદદ કરીશું એવું પણ કંપનીએ વધુમાં જણાવ્યું હતું. દરમિયાન આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food And Drug Administration) દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને તપાસ હાથ ધરી છે.

આઈસ્ક્રીમમાં આંગળીનો ટૂકડો મળી આવતા બ્રેન્ડન ફેરાઓએ ઈન્સ્ટાગ્રામ પર કંપનીને ટેગ કરીને પોસ્ટ કરી હતી અને મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે કંપની સામે આઈપીસીની કલમ 272, 273 અને 336 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસ દ્વારાઆપવામાં આવેલી માહિતી અનુસાર જ્યાં આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું એ ફેક્ટરીની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ આઈસ્ક્રીમમાં આંગળી ક્યાંથી આવી એ જાણી શકાશે. પોલીસે ગાઝિયાબાદની ફેક્ટરી સીલ કરી છે, કારણ કે અહીં જ આ આઈસ્ક્રીમનું પેકિંગ કરવામાં આવ્યું હતું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ