આમચી મુંબઈ
મલાડમાં ફટાકડાની દુકાનમાં આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં ગુરુવારે સાંજે ફટાકડાની એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મલાડ પોલીસ સ્ટેશન નજીક ઉંડરાઈ રોડ પર આવેલી ચાલીમાં ફટાકડાની દુકાન આવેલી છે.
આ પણ વાંચો…પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 5 શ્રમિકોના મોત
ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસ તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ તથા ચાર ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. આગમાં કોઈ જખમી થયું નહોતું. મોડે સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી.