મલાડમાં અંડર કંસ્ટ્રકશન ઈમારતનો છતનો ભાગ તૂટતા ત્રણના મોત, ત્રણ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં હાજી બાપૂ માર્ગ પર ગોવિંદ નગરમાં બાંધકામ ચાલી રહેલા નવજીવન બિલ્િંડગમાં ૨૦માળની છતનો ભાગ ગુરુવારે બપોરના તૂટી પડતા ત્રણના મોત અને ત્રણ જખમી થયા હતા.
મલાડમાં સ્લમ રીહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) અંતર્ગત બહુમાળીય ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. ગુરુવારે બપોરના ૧૨ વાગે અચાનક ૨૦મા માળ પરની છતનો ભાગ તૂટી પડ્યો હતો. બાંધકામ સ્થળે કામ કરનારા અમુક મજૂરો માટીના ઢગલા હેઠળ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો : મલાડમાં એસયુવીએ અડફેટે લેતાં યુવતીનું મોત: મર્ચન્ટ નેવીના અધિકારીની ધરપકડ
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને છને માટીના ઢગલામાંથી બહાર કાઢ્યા હતા અને તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાકીના જખમીની હાલત ગંભીર હોઈ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા