આમચી મુંબઈ

મલબાર હિલ જળાશય: પુન: બાંધકામ માટે પાલિકાએ જનતાના સૂચનો મગાવ્યા

મુંબઈ: મલબાર હિલના જળાશયના પુન: બાંધકામ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ શુક્રવારે જનતાના સૂચનો મંગાવ્યા છે. પાલિકાએ જારી કરેલી નોટિસ અનુસાર નાગરિકો ૧૫ ડિસેમ્બર સુધીમાં તેમના સૂચનો ળવશિશિ.ંતીલલયતશિંજ્ઞક્ષલળફશહ.ભજ્ઞળ મેઈલ એડ્રેસ પર મોકલી શકશે. જળાશયના પુન:બાંધકામ અને ક્ષમતા વધારવા અંગે અભ્યાસ કરી રહેલી નિષ્ણાતોની સમિતિ આ સૂચનો પર એક મહિના સુધી ફેરવિચાર કરશે એમ વધારાના પાલિકા આયુક્ત (પ્રોજેક્ટ્સ) પી. વેલરસુએ જણાવ્યું હતું. પાલિકાની નોટિસમાં હેંગિંગ ગાર્ડન (ફિરોઝશાહ મહેતા ઉદ્યાન) હેઠળના જળાશયના પુન:બાંધકામ કઈ પ્રક્રિયા અપનાવવી એ અંગે સૂચનો મંગાવ્યા છે.

અલબત્ત એ સિવાયના સૂચનો હોય તો એ વિચારાધીન કરવા કે નહીં એ નિર્ણય સમિતિએ
લેવાનો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…