માહિમ કિલ્લો લાઈટિંગથી ઝગમગી ઉઠશેઈલેક્ટ્રિક લાઈટિંગ પાછળ 95 લાખનો ખર્ચ થશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

માહિમ કિલ્લો લાઈટિંગથી ઝગમગી ઉઠશેઈલેક્ટ્રિક લાઈટિંગ પાછળ 95 લાખનો ખર્ચ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માહિમ કિલ્લો અતિક્રમણ મુક્ત થયા બાદ તેનું સુશોભીકરણનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યું હતું. જે હેઠળ હવે કિલ્લા પર આકર્ષક લાઈટિંગ કરવામાં આવવાની છે. એ બાદ કિલ્લો ઝગમગી ઉઠશે અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે એવું પાલિકાનું અનુમાન છે. લાઈટિંગ માટે 95 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
માહિમ કિલ્લાના સુશોભીકરણ કરવાના પ્રોજેક્ટ હેઠળ શિવડી અને વરલી કિલ્લા પ્રમાણે જ અહીં ઈલેક્ટ્રિક લાઈટિંગ કરવામાં આવવાની છે. મુંબઈના લગભગ 800 વર્ષ જૂના આ કિલ્લા પર મોટા પ્રમાણમાં અતિક્રમણ થયા હતા. કિલ્લાને અતિક્રમણ મુક્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સુશોભીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકા અને જિલ્લાધિકારી કાર્યાલયના માધ્યમથી આ કિલ્લા પર રહેલા 267 ઝૂંપડા હટાવવામાં આવ્યા હતા. અતિક્રમણ હટાવ્યા બાદ આ કિલ્લા પર સામાન્ય નાગરિકોને જવા-આવવા માટેનો માર્ગ પણ ખુલ્લો થઈ ગયો છે. તમામ પ્રકારના સમારકામ પૂરા થયા બાદ પર્યટકો માટે આ કિલ્લો ખુલ્લો મૂકવામાં આવવાનો છે. આ કિલ્લાને અતિક્રમણ મુક્ત કર્યા બાદ તેનું સુશોભિકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના પાલક પ્રધાને શહેર જિલ્લા નિયોજન સમિતિના માધ્યમથી ભંડોળ મંજૂર કરીને પાલિકાને ઉપલબ્ધ કરી આપ્યુંં હતું. આ ભંડોળ મંજૂર થયા બાદ માહિમ કિલ્લા પર ઈલેક્ટ્રિક લાઈટિંગથી શણગારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button