હવે આર્થિક રાજધાની મુંબઈ બનશે વૉટરફ્રન્ટ કેપિટલઃ જાણો મ્હાડાનો માસ્ટરપ્લાન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

હવે આર્થિક રાજધાની મુંબઈ બનશે વૉટરફ્રન્ટ કેપિટલઃ જાણો મ્હાડાનો માસ્ટરપ્લાન

મુંબઈઃ મુંબઈ દેશની આર્થિક રાજધાની તો છે જ અને સાથે માયાનગરી પણ છે. આજેપણ મુંબઈ સૌના આકર્ષણનું કેન્દ્ર છે. મુંબઈ આવતા પર્યટકો માટે શહેરોનો દરિયાકિનારો મનગમતું સ્થળ છે જ, પણ મુંબઈગરાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન પણ આ જ છે. હવે આ દરિયાકિનારે જ વોટરફ્રન્ટ બનાવવાની કવાયત મહારાષ્ટ્ર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) હાથ ધરી રહ્યું છે.

MHADA બાંદ્રા રિક્લેમેશન નજીકની આશરે 140 એકર જમીનને MHADA દ્વારા વોટરફ્રન્ટ તરીકે વિકસાવવાની યોજના બનાવી રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને Bandra Bay નામ આપવામાં આવ્યું છે.

એક અહેવાલ અનુસાર મુજબ બાંદ્રા બે વિસ્તારમાં આશરે 8 મિલિયન ચોરસ ફૂટ પ્રીમિયમ રહેણાક અને છૂટક જગ્યા વિકસાવવામાં આવશે. કોસ્ટલ રોડ, બાંદ્રા-વરલી સી લિંક, બુલેટ ટ્રેન, BKC અને હાઇવે સાથે કનેક્ટેડ છે. મુંબઈના વેલ કનેક્ટેડ અને પૉશ વિસ્તાર તરીકે બાન્દ્રા જાણીતું છે.

ક્લસ્ટર ડેવલપમેન્ટ હેઠળ બાંદ્રા બે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અહીં માત્ર રેસિડેન્શિયલ નહીં, પરંતુ ઓલઓવર ફેસિલિટી સાથેની ટાઉનશિપ ઊભી કરવામાં આવશે.

જોકે આ પ્રકારની સુવિધાઓ બાન્દ્રા જેવા વિસ્તારમાં ઊભી થશે ત્યારે તે માત્ર ગરીબ કે મધ્યમવર્ગ નહીં, પણ ઉચ્ચ મધ્યમવર્ગની પણ પહોંચની બહારની આ યોજના રહેશે, જે સસ્તા ઘર માટે જાણીતી મ્હાડા અમલમાં મૂકી રહી છે. આ વિસ્તારમાં બોલીવૂડના મોટા સ્ટાર્સ પણ રહે છે અને તે ઉપરાંત બિઝનેસ જાયન્ટ્સ અને પોલિટિશિયન્સ પણ રહે છે. હવે જે બાન્દ્રા બે બનશે તેમાં કોઈ ઈન્વેસ્ટ કરી શકશે અને સામાન્ય મુંબઈકરને કેટલો ફાયદો થશે, તે સમય જ બતાવશે.

આપણ વાંચો:  મુંબઈ સિવાયની એમએમઆરની બધી જ મનપામાં ભાજપ-શિવસેના અલગ અલગ લડશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button