આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Polls: મહાયુતિ વચ્ચે ૧૦ દિવસમાં બેઠક વહેંચણીનો નિર્ણય થશે

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીને લઈને સત્તાધારી પાર્ટીની સાથે મહાવિકાસ આઘાડીના પક્ષોમાં સીટ શેરિંગને લઈને ચર્ચા-વિચારણાની અનેક બેઠકો પછી પણ હજુ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી ત્યારે હવે મહાયુતિ (ભાજપના આગેવાની હેઠળ એકનાથ શિંદેની શિવસેના-અજિત પવારની એનસીપી)ના પક્ષોમાં કદાચ દસ દિવસમાં નિર્ણય લેશે, એમ ભાજપ દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર

સત્તાધારી સાથી પક્ષો વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની વાટાઘાટો ૧૦ દિવસમાં પૂર્ણ થશે. બેઠકોની સંખ્યા નહીં, પણ જીતવાની તકો તેમાં માપદંડ હશે, એમ મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ આજે જણાવ્યું હતું.
મહાયુતિમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો ૧૦ દિવસમાં પૂર્ણ થશે. અમે નક્કી કર્યું છે કે જીતની ક્ષમતાના આધારે બેઠકો ફાળવવામાં આવશે. અમે અમારા સહયોગીઓ માટે કેટલીક બેઠકો છોડીશું. દરેક કેટલી ચૂંટણી લડશે તે મહત્વનું નથી.

કલ્યાણકારી યોજનાઓની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે ડબલ એન્જિનવાળી સરકાર હોય તે મહત્વનું છે. તમામ ભાજપના કાર્યકર્તાઓને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી એન.સી.પી સાથેના ગઠબંધનમાં વિખવાદ પેદા કરી શકે તેવી ટિપ્પણી ન કરવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ

આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓને પાર્ટી તરફથી કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. અગાઉ, શનિવારે સીએમ શિંદે, અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે નાગપુરમાં બેઠક-વહેંચણીની વાટાઘાટો કરી હતી, જે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક વહેંચણીની અંતિમ ફોર્મ્યુલા વધુ બેથી ત્રણ બેઠક પછી આવશે.

એનસીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૭૩ બેઠક માટે સર્વસંમતિ સધાઈ છે, જેમાં ભાજપને સૌથી વધુ હિસ્સો મળ્યો છે, ત્યાર બાદ શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી પાર્ટી છે. બાકીની ૧૧૫ બેઠક ટૂંક સમયમાં મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળે, સીએમ શિંદે તેમજ એનસીપીના વરિષ્ઠ નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ પટેલની બેઠકમાં નક્કી કરવામાં આવશે, આ સૂત્રોએ ઉમેર્યું હતું.

(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button