મહાયુતિ સરકારનું 11 હજાર કરોડનું પેકેજ પણ 32 હજાર કરોડ જેવું જ છેતરામણું છે: હર્ષવર્ધન સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાયુતિ સરકારે ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનને કારણે પરેશાન ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. સરકારે જાહેર કરેલું 32 હજાર કરોડનું પેકેજ એક મોટી છેતરપિંડી છે, તેવી જ રીતે મંગળવારે કેબિનેટની બેઠકમાં 11 હજાર કરોડના વિતરણને આપવામાં આવેલી મંજૂરી પણ છેતરામણી છે.
મહાયુતિ સરકાર ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે એમ જણાવતાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષવર્ધન સપકાળેએ પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા આપવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.
નાંદેડમાં પત્રકારોને સંબોધતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે ભાજપ અને મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કર્યા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે આપેલા નિવેદનની નોંધ લેતા કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મત ચોરીને મુખ્ય પ્રધાન બન્યા છે, એક માણસ જે પોતે ચોર મુખ્ય પ્રધાન ચીપ મુખ્ય પ્રધાન છે, તેથી તેઓ આવા ચીપ નિવેદનો આપી રહ્યા છે.
હર્ષવર્ધન સપકાળે જવાબ આપ્યો છે કે આવી નિમ્ન સ્તરની ટીકા રાહુલ ગાંધીના નેતૃત્વ અને સિદ્ધિઓને ઓછી કરતી નથી.
નાંદેડ કોંગ્રેસની વિચારધારાનો જિલ્લો છે અને કોંગ્રેસ પક્ષ કાર્યકરોનો પક્ષ છે, નેતાઓનો પક્ષ નથી. આજે પણ નાંદેડ કોંગ્રેસી વિચારધારાનો છે અને કાલે પણ કોંગ્રેસી વિચારધારાનો રહેશે.
આપણ વાચો: પૂરગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારનું રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ
અન્ય પક્ષોમાંથી કોંગ્રેસ પક્ષમાં આવનારા લોકોનો ધસારો વધી રહ્યો છે. આ રાહુલ ગાંધીના સંઘર્ષનું પરિણામ છે અને આ પક્ષો કોંગ્રેસ વિચારધારામાં વિશ્ર્વાસ રાખીને જોડાઈ રહ્યા છે, જે પાર્ટીને શક્તિ આપી રહી છે અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં તેનું ભૂતકાળનું ગૌરવ પાછું મેળવશે, હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષને સાફ કરવાના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર બોલતા, હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં તેમની જોવા જેવી વલે થશે.



