મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકારના ગઠન બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે?
રાજ્યમાં ગઠબંધનની સરકાર બની છે. ૫ ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સરકારની રચના બાદ વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર પણ યોજાયું હતું. આ વિશેષ સત્રમાં ધારાસભ્યોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જો કે સરકારની રચનાને પાંચ દિવસ વીતી ગયા છતાં હજુ મહાગઠબંધન સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું નથી. તો પ્રધાનમંડળનું વિસ્તરણ કેમ અટકી ગયું છે ? આ મામલે વિરોધીઓ દ્વારા અનેક તર્કવિતર્કો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : મુંબઈ ભાજપના અધ્યક્ષ બદલાશે? ફડણવીસના વફાદાર સુનિલ રાણેને મુંબઈ અધ્યક્ષ બનાવવામાં આવે એવી અટકળો…
એકનાથ શિંદે ગૃહખાતાના આગ્રહી છે. પરંતુ ભાજપ ગૃહખાતું શિંદે જૂથને સોંપવા તૈયાર નથી. જેના કારણે પ્રધાનમંડળના વિસ્તરણમાં વિલંબ થયો હોવાની ચર્ચા છે. દરમિયાન, શિવસેના શિંદે જૂથના પ્રવક્તા અને ધારાસભ્ય સંજય શિરસાટે આ બાબત સ્પષ્ટતા કરી છે.
આ પણ વાંચો : ભાજપના ધનગર નેતાએ શરદ પવારને તેમની સાંસદ પુત્રીને રાજીનામું આપવા કહ્યું…
સંજય શિરસાટે જણાવ્યું હતું કે,રાજ્યમાં ત્રણ પક્ષોની સરકાર છે. આ ત્રણેય પક્ષો વચ્ચે ખાતાની ફાળવણી થશે અથવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોને નહીં? આ મહાયુતિના ત્રણેય નેતાઓ નક્કી કરશે. ઘણા ધારાસભ્યો છે, પછી તેમાંથી કેટલાકની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. વળી, પક્ષના નેતાએ એ પણ જોવાનું છે કે શું તેઓ ધારાસભ્યને નારાજ કરવા માગે છે? તેવા ઘણા પ્રશ્નો હોય છે. તેથી જ મંત્રીમંડળના વિસ્તરણમાં સમય લાગે છે. કેબિનેટની યાદી દિલ્હી ગઈ છે કે નહીં તેની મને જાણ નથી. જો કે, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કહેવા મુજબ ૧૬ ડિસેમ્બરથી શરૂ થતા શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. તેથી ૧૩ ડિસેમ્બર સુધીમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે. સંજય શિરસાટે જણાવ્યું હતું.