આમચી મુંબઈટોપ ન્યૂઝ

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે સીટ- શેરિંગની ફોર્મ્યુલા નક્કી : સૂત્ર

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની(Maharashtra Election 2024)જાહેરાત બાદ બેઠક વહેંચણીને મુદ્દે મહાયુતિના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત સફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ તમામ બેઠકો પર વાતચીતને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

| Also Read: CRમાં ધાંધિયા અવિરત, લોકલ ટ્રેન પાટા પરથી ઉતરતા ટ્રેનસેવા પ્રભાવિત

ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવા પણ સૂચના

આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી અને રાત્રે 1:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. મળતી માહિતી મુજબ કેટલીક બેઠકો પર નિર્ણય હજુ બાકી છે. જ્યારે અમિત શાહે મિટિંગ દરમિયાન સૂચન કર્યું છે કે રાજ્યના નેતાઓએ સાથે મળીને બાકીની બેઠકો પર નિર્ણય લેવો જોઈએ. આ સાથે અમિત શાહે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવા પણ સૂચના આપી છે.

કોની પાસે કેટલી બેઠકો ?

ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મહાયુતિ કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના પાસે 37, NCP પાસે 39 ધારાસભ્યો છે. જ્યારે નાના પક્ષોના 9 સભ્યો અને 13 અપક્ષો પણ વિધાનસભામાં છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસ, શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરેનું ગઠબંધન વિપક્ષમાં છે. કોંગ્રેસ પાસે 37 ધારાસભ્યો છે.શિવસેના (UBT)પાસે 37 ધારાસભ્યો છે. NCP(શરદ ચંદ્ર પવાર) પાસે 13 ધારાસભ્યો છે. એક અપક્ષ સભ્ય પણ ગઠબંધનનો હિસ્સો છે. જ્યારે તે ભારતીય શેતકરી વર્કર્સ પાર્ટીના ધારાસભ્ય છે. આ સાથે મહારાષ્ટ્ર વિધાનસભામાં MIMના 2, સમાજવાદી પાર્ટીના 2 અને CPI(M)ના 1 ધારાસભ્યો છે.

| Also Read: ચૂંટણી મહાસંગ્રામઃ મહારાષ્ટ્રમાં ભાજપના 27 સંભવિત ઉમેદવારની યાદી જોઈ લો

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. જેના પર 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. તેમજ સત્તા મેળવવા માટે બહુમતીનો આંકડો 145 બેઠકનો છે

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker