મહાયુતીમાં બાખડવા માટે મુદ્દાઓની કમી નથીઃ હવે આ મુદ્દે શિંદે જૂથે મુખ્ય પ્રધાનને કરી ફરિયાદ

મુંબઇઃ પાલક પ્રધાન પદ લઇને મહાગઠબંધનમાં ચાલી રહેલું શીત યુદ્ધ હજી પણ પૂરું થયું નથી. મહાયુતિમાં કેટલાક મુદ્દાઓ પર મતભેદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યા. ગઈકાલે રાયગઢ જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં શિંદે જૂથના એક પણ વિધાનસભ્ય હાજર ન હતા. નાયબ મુખ્યપ્રધાન અજીત દાદાની હાજરીમાં આ બેઠક ઓનલાઇન યોજાઇ હતી. ત્યાર પછી દાવા અને પ્રતિદાવા શરૂ થઈ ગયા હતો, જેમાં એવું લાગતું હતું કે પાલકપ્રધાન પદ અંગે અસંતોષના સૂર યથાવત છે. હવે આ મુદ્દા પર શિંદે જૂથની અસ્વસ્થતા પણ પ્રકાશમાં આવી છે. શિંદે જૂથે પોતાની લાગણીઓ સીધી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે વ્યક્ત કરી છે અને પોતાનો ઉગ્ર વાંધો નોંધાવ્યો છે.
મહાયુતિમાં કેટલાક મંત્રીઓને લાગે છે કે તેમના અધિકારો છીનવાઈ રહ્યા છે તેના પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે મંત્રી મંડળની બેઠકમાં એકનાથ શિંદેના મંત્રીઓએ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર હતા.
Also read:મહાયુતીિ મહા-મુસીબત આખર ટળી?
રાયગઢ, નાશિક તેમજ અન્ય જિલ્લાઓમાં પાલક પ્રધાનપદનો વિવાદ હજી સુધી ઉકેલાયો નથી, તેના કારણે વાર્ષિક યોજના મંજૂરી બેઠકોમાં જૂથના મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. એવી પણ ચર્ચા થઈ રહી છે કે ત્રણેય પક્ષનું નેતૃત્વ આનો યોગ્ય ઉકેલ શોધી શક્યું નથી. સત્તા અંગે વિવાદ હોવાથી મંત્રીમંડળનું નિર્ધારિત કાર્ય પૂર્ણ થયા પછી અને અધિકારીઓ બેઠક છોડીને જતા રહ્યા બાદ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ભરત ગોગાવલેને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા બાદ તેમણે એસટીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. આ ખાલી પડેલું પદ પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકને બદલે સંજય શેઠીને સોંપવાનો આદેશ સરનાઇકને જાણ કર્યા વિના જારી કરવામાં આવ્યો હતો. એવી પણ ચર્ચા છે કે ઘણા મુદ્દાઓ ઉદ્યોગપ્રધાન ઉદય સામંત સમક્ષ મંજૂર સમક્ષ મૂક્યા વિના મંજૂર કરવામાં આવી રહ્યા છે. વહીવટી અધિકારીઓ દ્વારા મંત્રીઓની સત્તાઓ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાથી તેમણે નારાજી અને ચિંતા વ્યક્ત કરી છે