85-85 સીટની ફોર્મ્યુલા પછી બાકી સીટ માટે એમવીએમાં ખેંચાખેંચી, જાણો નવું ગણિત?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી કહો કે પછી ઈન્ડિ (I.N.D.I.) ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ પણ કેટલીક બેઠકો માટે અટવાયેલો છે, પરંતુ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ સંભવિત વહેંચણીની નવી ફોર્મ્યુલા સામે આવી છે. નવી ફોર્મ્યુલા અન્વયે કોંગ્રેસને ૧૦૩, શિવસેના (યુબીટી)ને ૯૪, શરદ પવારને ૮૪, ડાબેરીઓને ત્રણ, સમાજવાદી પાર્ટી અને પીડબ્લ્યુપી ને બે-બે બેઠક આપી શકાય છે. સંભવિત આ ફોર્મ્યુલામાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની એક-બે બેઠક વધી શકે છે, જ્યારે કોંગ્રેસની એક-બે બેઠકો ઘટી શકે છે.
આ પણ વાંચો : વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?
તાજેતરમાં, એમવીએના મુખ્ય ઘટક શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી (શરદચંદ્ર પવાર) એ બેઠક વહેંચણીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ત્રણેય પક્ષો કુલ ૨૭૦ બેઠક માટે ઉમેદવારો ઉભા રાખશે. મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટો છે.
૨૭૦ બેઠકોમાંથી ૮૫-૮૫ બેઠક ત્રણેય પક્ષોમાં વહેંચવામાં આવી છે. એટલે કે કુલ ૨૫૫ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. પરંતુ બાકીની ૧૫ બેઠકો અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. બાકીની ૧૮ બેઠક અન્ય સહયોગી પક્ષોને આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં, અત્યાર સુધી શિવસેના (યુબીટી)એ ૬૫ બેઠક પર, શરદ પવારની પાર્ટીએ ૪૫ બેઠક પર અને કોંગ્રેસે ૪૮ બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : મહાયુતીના ત્રણેય નેતાઓ દિલ્હી ગયા તો પણ આટલી બેઠકો પર કોકડું ગૂંચવાયેલું
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ વિધાનસભા સીટો પર ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે.
પરિણામ ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ૨૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જો કોઈ ઉમેદવારએ પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગે છે તો તે ૪ નવેમ્બર સુધી નામાંકન પાછું ખેંચી શકે છે.
આ પહેલી વિધાનસભા ચૂંટણી છે જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં અમિત શાહે શિંદે અને અજિત પવારને આપી ‘આ’ સલાહ
આ પહેલા ત્રણેય પક્ષ ગત લોકસભા ચૂંટણીમાં પણ ગઠબંધન કરીને લડ્યા હતા. પરિણામો ગઠબંધનની તરફેણમાં આવ્યા હતા, તેથી વિધાનસભા ચૂંટણીમાં એમવીએ જીતવા માટે વિશ્વાસ વધુ ધરાવે છે.