આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી 3-4 દિવસમાં ફાઈનલ થશે: સુપ્રિયા સુળે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી આગામી ત્રણ-ચાર દિવસમાં ફાઈનલ થઈ જશે એવું એનસીપીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ સોમવારે જણાવ્યું હતું. આ પહેલાં શરદ પવારે રવિવારે એવું નિવેદન કર્યું હતું કે 10 દિવસમાં બેઠકોની વહેંચણી ફાઈનલ સ્વરૂપ લઈ લેશે.
અત્યારે મળતી માહિતી અનુસાર મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણીમાં મુંબઈ અને પુણેમાં કેટલીક બેઠકો પર વિવાદ થઈ રહ્યો છે. તેમાં પણ મુંબઈમાં વર્સોવા અને ભાયખલા બેઠકો પર ખેંચતાણ થઈ રહી છે.
સુપ્રિયા સુળેએ એક સમાચાર સંસ્થાને એવી માહિતી આપી હતી કે બેઠકોની વહેંચણીની ચર્ચા સોમવારે પણ ચાલી રહી હતી અને પહેલી ઓક્ટોબરે પણ ચર્ચા ચાલુ રહેવાની છે. આગામી 3-4 દિવસમાં બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
Taboola Feed