loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

Election: MVA માં હજુ ચારથી પાંચ બેઠક પર કોકડું ગૂંચવાયેલું, કોંગ્રેસે કરી હવે આ સ્પષ્ટતા…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ મહા વિકાસ આઘાડી (એમવીએમ)માં સીટ શેરિંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીમાં ચારથી પાંચ બેઠકો પર મતભેદો હતા, જે હવે ઉકેલાઈ ગયા છે. હવે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. પટોલેએ કહ્યું કે ચારથી પાંચ સીટોમાં થોડી મુશ્કેલી હતી.

આ પણ વાંચો : હરિયાણાની હારમાંથી કોંગ્રેસ બોધપાઠ લેશે?: ‘આપ’ અને સમાજવાદી પાર્ટી માટે શું છે Plan?

જો કે, અમે ગઈકાલે તમામ પક્ષકારો સાથે ચર્ચા કરી અને ઉકેલ પર આવ્યા. મહાગઠબંધનમાં સામેલ પક્ષોએ બેઠક ફાળવણી પૂર્ણ કર્યા બાદ વિધાનસભાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. પરંતુ માવિઆ હજુ સુધી કોઈ યાદી જાહેર કરી શકી નથી. આથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે એમવીએમાં કંઈક મતભેદ છે.

મહાગઠબંધનમાં સામેલ ભારતીય જનતા પાર્ટીએ ૯૯ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યાર બાદ એકનાથ શિંદેની શિવસેનાએ ૪૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ૪૫ ઉમેદવારની જાહેરાત કરી છે. વંચિત બહુજન આઘાડીએ પણ ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે, માવિઆ એ હજુ સુધી કોઈ બેઠકની જાહેરાત કરી નથી. તેમજ તેમની સીટ ફાળવણીની ફોર્મ્યુલા પણ જાહેર કરવામાં આવી નથી. તેથી બધાને આશ્ચર્ય થયું કે ખરેખર માવિઆ માં શું ચાલી રહ્યું છે. તેના પર પણ નાના પટોલેએ પ્રતિક્રિયા આપી છે. પટોલેએ કહ્યું હતું કે આવતીકાલે અમે અમારી સીટ ફાળવણીની જાહેરાત કરીશું.

શુક્રવાર, શનિવાર, રવિવાર અને મંગળવારે મહાવિકાસ આઘાડીના નેતાઓની મહત્વની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં શિવસેનાના નેતા (ઠાકરે) સાંસદ સંજય રાઉત, સાંસદ અનિલ દેસાઈ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, સતેજ પાટીલ, એનસીપી (શરદ પવાર) જિતેન્દ્ર આવ્હાડ, પૂર્વ મંત્રી રાજેશ ટોપે અને અન્ય નેતાઓ હાજર હતા. અત્યાર સુધીમાં ૨૮૦ બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે અને બાકીની બેઠકોનો ઉકેલ લાવવામાં આવશે અને આવતીકાલે (ગુરુવાર, ૨૪ઓક્ટોબર) બેઠકોની વહેંચણી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : એમવીએ અને મહાયુતીમાં ફાયનલ થયું સિટ શેરિંગ? કોના ભાગે શું આવ્યું જાણો…

દરેક સાથી પક્ષોએ ઓછામાં ઓછી ૧૨ બેઠકોનો આગ્રહ રાખ્યો છે. મહાવિકાસ અઘાડીના નેતાઓ શું નિર્ણય લેશે તેના પર સૌનું ધ્યાન છે. મુંબઈમાં ૩૬માંથી ૩૩ બેઠક પર સંમતિ સધાઈ છે તે મુજબ શિવસેના (ઠાકરે) સૌથી વધુ ૧૮, કોંગ્રેસ ૧૫ અને એનસીપી (શરદ પવાર) ૨ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. સમાજવાદી પાર્ટીને ૧સીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કુર્લા, ભાયખલા અને અણુશક્તિનગરની સીટ પર કોકડું ગૂંચવાયેલું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button