Resort Politics: બન્ને ગઠબંધનો વિધાનસભ્યોને ક્યાં સંતાડશે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 જુલાઈએ મતદાન થશે. 11 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં ક્રોસ વોટિંગનો ખતરો તમામ પક્ષોને સતાવી રહ્યો છે. દરમિયાન, ક્રોસ વોટિંગના ડરને કારણે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી તેમના ધારાસભ્યોને હોટલમાં રહેવા લઈ જઈ રહ્યા છે. કઈ પાર્ટી પોતાના ધારાસભ્યોને કઈ હોટલમાં રાખી શકે છે તેની માહિતી પણ બહાર આવી છે. વાસ્તવમાં, ભાજપ તેના ધારાસભ્યોને તાજ પ્રેસિડન્સીમાં, શિવસેનાના ધારાસભ્યો તાજ લેન્ડમાં, NCP એનસીપીના ધારાસભ્યો હોટેલ લલિતમાં, શિવસેના UBTના ધારાસભ્યો ITC ગ્રાન્ડ મરાઠામાં રહેશે, તેવી માહિતી મળી છે.
કોની પાસે કેટલા ઉમેદવારો છે?
મહારાષ્ટ્ર વિધાનસભાની વર્તમાન સંખ્યા 274 છે. વિધાન પરિષદની સીટ જીતવા માટે 23 વોટની જરૂર પડે છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના 5, શિવસેનાના 2 અને એનસીપી એપીના 2 ઉમેદવારો મેદાનમાં છે. મહાવિકાસ આઘાડીમાંથી 3, શિવસેના યુબીટીમાંથી 1, કોંગ્રેસનો 1 અને શેકાપનો 1 ઉમેદવાર છે. શરદ પવારની NCPએ ભારતીય શેતકરી કામદાર પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું છે. મહાયુતિ પાસે 181 ધારાસભ્યો છે. મહાવિકાસ અઘાડી પાસે 64 ધારાસભ્યો છે અને નાના અને સ્વતંત્ર પક્ષો પાસે 29 ધારાસભ્યો છે.
જેમાં ભાજપને 103, શિવસેનાના 40અને એનસીપીને 40 વોટ છે. તેમના સાથે અન્ય નાના પક્ષો છે જે મળીને 203 મત મહાયુતિ પાસે છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 37 ધારાસભ્યોનું સમર્થન છે, શિવસેના (UBT) પાસે 16 અને NCP પાસે 12 ધારાસભ્યો છે. અન્ય પક્ષના ઉમેદવારો મળીને તેમની પાસે 69 મત છે. આ સિવાય એઆઈએમઆઈએમ પાસે બે વિધાનસભ્ય છે.
હાલમાં વિધાનસભ્યોને સાચવી રાખવા દરેક પક્ષ અને ગઠબંધન માટે પડકાર છે. લોકસભાની ચૂંટણી અને તેના અનપેક્ષિત પરિણામો બાદ વિધાનસભ્યોના ક્રૉસ વૉટિંગની શક્યતા નકારી શકાય તેમ નથી.