
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા મામલે વિવાદો થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના કાર્યકરો બિનમારઠીઓને મારતા હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સાંસદ નિશિકાંત દુબેએ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી આ મામલે ઝંપલાવ્યું હતું. ત્યારબાદ રાજ ઠાકરેએ ફરી એક જાહેરસભામાં દુબેને મુંબઈના સમુદ્રમાં પટક પટક કે મારવાની ધમકી આપી હતી. ત્યારથી મરાઠીભાષીઓની નજરમાં દુબે આવી ગયા છે
મહારાષ્ટ્રની મહિલા સાંસદો વચ્ચે ઘેરાયા દુબે
સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન મહારાષ્ટ્રની મહિલા સાંસદ વર્ષા ગાયકવાડ, પ્રતીભા ધાનોરકર, શોભના બચ્છાવ સહિતની મહિલાઓ લૉબીમાં દુબેને શોધી રહી હતી. દરમિયાન જ દુબે ત્યાંથી પસાર થતા મહિલાઓએ ઘેરાવ કર્યો હતો અને મહારાષ્ટ્ર વિશે આવી બયાનબાજી કરવા બદલ સવાલો પૂછ્યા. અચાનકથી આ ઘેરાવો જોઈ નિશિકાંત થોડા ગભરાયા હતા અને જય મહારાષ્ટ્ર કહી ત્યાંથી નીકળી ગયા હતા.
આપણ વાંચો: બીએમસીની ચૂંટણી પહેલા મંત્રાલયમાં ચાલે છે ફાઈલ-વૉર? ફડણવીસ અને શિંદે આમને સામને
દરમિયાન મહારાષ્ટ્રમાં હજુપણ મરાઠી ભાષા બોલવા મામલે મારપીટ થતી હોવાથી લોકો નારાજ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થઈ રહ્યા છીએ.