પનીર અને માવામાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવાની મહારાષ્ટ્ર સરકારની ચેતવણી

મુંબઈઃ પનીર અને માવામાં ભેળસેળ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે, એવી ખાતરી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પ્રધાન નરહરિ ઝીરવાલે આપી છે. આ પહેલાં દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે સરકારે કડક પગલાં લીધાં છે.
દૂધમાં ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લઇને શહેરના ચાર ચેક પોઈન્ટની સીલ કરવામાં આવ્યા છે. કુલ 98 ટેન્કરની તપાસ કરવામાં આવી હતી. આમાંથી અમુક ટેન્કરોને પાછાં મોકલી આપવામાં આવ્યાં હોવાની માહિતી તેમણે આપી હતી.
નાયબ સચિવ વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે એફએન્ડડી વિભાગમાં તાજેતરમાં 280 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આમાં અકોલે તાલુકાના આઠ ઉમેદવારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : હીટવેવ એલર્ટ: મુંબઈમાં તાપમાન 38 ડિગ્રીને પાર, આઈએમડીએ આપી આ ચેતવણી
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર અગસ્તી મંદિરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, એવું ઝીરવાલે જણાવ્યું હતું. ઝીરવાલ અને વિધાનસભ્ય લહમતે દ્વારા મંદિરમાં મહાશિવરાત્રિના દિને પૂજા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.