મહારાષ્ટ્રનો ‘વિઝન ડોક્યુમેન્ટ-2047’ પીએમના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્રનો ‘વિઝન ડોક્યુમેન્ટ-2047’ પીએમના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે રાજ્ય 2047 સુધીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પૂર્ણ વિકસિત રાષ્ટ્રને પ્રાપ્ત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે.

અહીં ‘વિકસિત મહારાષ્ટ્ર-2047’ સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રનો વિઝન ડોક્યુમેન્ટ રાજ્યને વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે મુખ્ય રોડમેપ તરીકે કામ કરશે.

આપણ વાંચો: ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ‘રમતગમત’ મહત્વની ભૂમિકા નિભાવશેઃ માંડવિયા

‘મહારાષ્ટ્ર 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે,’ એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, રાજ્યનો વિઝન ડોક્યુમેન્ટ તે લક્ષ્યને સાધ્ય કરવા માટે માર્ગદર્શક માળખા તરીકે કામ કરશે.

સલાહકાર સમિતિએ વિઝન મહારાષ્ટ્ર-2047ના ડ્રાફ્ટને મંજૂરી આપી, જેને ટૂંક સમયમાં મંજૂરી માટે મંત્રીમંડળ સમક્ષ લાવવામાં આવશે. આ દસ્તાવેજ 2029, 2035 અને 2047 સુધીમાં વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ત્રણ તબક્કાના રોડમેપની રૂપરેખા આપે છે.

આપણ વાંચો: નાણા પ્રધાને કહ્યું કે આજે ભારત વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે અને 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે

આ ડ્રાફ્ટને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવતા, ફડણવીસે કહ્યું હતું કે ભવિષ્યની બધી યોજનાઓ અને નીતિઓ તેની સાથે સુસંગત હોવી જોઈએ. આ દસ્તાવેજ મહારાષ્ટ્રને માત્ર અન્ય રાજ્યો સાથે જ નહીં પરંતુ વિશ્ર્વ સાથે પણ સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે. તેને વિડિઓ ફોર્મેટમાં રૂપાંતરિત કરવું જોઈએ જેથી નાગરિકો તેના ઉદ્દેશ્યોને સરળતાથી સમજી શકે,’ એમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા આપવમાં આવેલી માહિતી અનુસાર, ફડણવીસે વિભાગોને મંજૂરી પહેલાં દરખાસ્તોનું મૂલ્યાંકન કરવા અને અગાઉથી ખામીઓ સુધારવા માટે કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) આધારિત પદ્ધતિ વિકસાવવા નિર્દેશ આપ્યો હતો.

‘આનાથી ઘણો સમય બચશે અને વિભાગોએ ફક્ત એઆઈ-જનરેટેડ કાર્યની ચોકસાઈ ચકાસવી પડશે,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કાર્યક્ષમ એઆઈ કામગીરી માટે લાર્જ લેંગ્વેજ મોડેલ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓના ડેટા જાળવવા માટે ક્લાઉડ-આધારિત સિસ્ટમની પણ હાકલ કરી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button