આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં લવ જેહાદ, બળજબરી ધર્માંતરણ પર બનશે કડક કાયદો; સરકારે કરી સમિતિની રચના…

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સામે કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. ફડણવીસ સરકારે મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP)ના નેતૃત્વ હેઠળ 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સંબંધિત તમામ કાનૂની અને તકનીકી પાસાઓની ચર્ચા કર્યા બાદ એક અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કરશે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની કરી રચના
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રમાં લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે કાયદો બનાવવામાં આવશે. આ માટે મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. રાજ્યના ડીજી આ સમિતિની અધ્યક્ષતા કરશે, તે ઉપરાંત તેમાં છ અન્ય સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગૃહ, કાયદો અને ન્યાયતંત્ર, સામાજિક ન્યાય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવોનો સમાવેશ થાય છે. આ સમિતિ કાયદાનો પણ અભ્યાસ કરશે અને અન્ય રાજ્યોમાં હાલના કાયદાઓનો પણ અભ્યાસ કરશે, જેથી કડક કાયદા બનાવી શકાય.

Also read : ઓપરેશન ટાઈગરથી ઉદ્ધવ ઠાકરે ડર્યા, પોતાના નેતાઓને પાર્ટીમાં જવા લગાવી રોક…

ગૃહ વિભાગે જારી કર્યો આદેશ
ગૃહ વિભાગ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજ્યમાં લવ જેહાદ, છેતરપિંડી અથવા બળજબરીથી ધર્માંતરણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને તેને રોકવા માટે ઘણી સંસ્થાઓ અને કેટલાક નાગરિકો તરફથી કાયદો બનાવવા માટે માંગ કરવામાં આવી છે. ભારતના કેટલાક રાજ્યોમાં લવ જેહાદ અને છેતરપિંડીએ પણ વેગ પકડ્યો છે, જેના કારણે ધર્માંતરણ રોકવા માટે કાયદા બનાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button