આમચી મુંબઈ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે કોર્પોરેશનમાં બિનહરીફ ચૂંટણીઓની તપાસના આદેશ આપ્યા…

મુંબઈ : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ઉમેદવારો માટે માઠા સમાચાર છે. જેમાં રાજ્ય ચૂંટણી પંચે કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બિનહરીફ ચૂંટણી અંગે તપાસના આદેશ આપ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિના 68 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જેમાં ભાજપના 44, શિવસેનાના શિંદે જૂથના 22 અને અજિત પવારની પાર્ટીના બે ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ઉમેદવારી પત્ર પરત ખેંચવા પાછળના કારણની તપાસ કરાશે

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે તેનો પાછળ શું કારણ છે. તેમજ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તે માટે કોઈએ અન્ય ઉમેદવારને દબાણ કર્યું છે કે નહી. આ અંગે રિપોર્ટ ચૂંટણી પંચ જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. તેની બાદ મહારાષ્ટ્ર ચૂંટણી પંચ રિપોર્ટના આધારે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોના નામ જાહેર કરશે.

આ પણ વાંચો…BMCની ચૂંટણીમાં ભાજપના આ નેતાની જીત નક્કી: વિપક્ષે આપી લીલી ઝંડી…

બીએમસીના ચૂંટણીમાં 1700 ઉમેદવારો મેદાનમાં

બીએમસીના ચૂંટણી માટેના ઉમેદવારોના અંતિમ આંકડા અનુસાર ચકાસણી પ્રક્રિયા દરમિયાન 167 ઉમેદવારોના ઉમેદવારી પત્રો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. જયારે 2,231 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન 453 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. જેના લીધે બીએમસી ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા 1,700 થઈ ગઈ છે.

લાતુરમાં કુલ 359 ઉમેદવાર ચૂંટણી લડશે

આ ઉપરાંત લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 359 ઉમેદવારો મેદાનમાં છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 649 ઉમેદવારો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે નાગપુર મ્યુનિસિપલ ચૂંટણી માટે તમામ 150 બળવાખોર ઉમેદવારીએ પોતાના ઉમેદવારી પત્રો પરત લીધા છે.

આ ઉપરાંત ભાજપે જણાવ્યું હતું કે નાગપુરમાં તેના 96 બળવાખોર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત લીધા છે. ભાજપના નાગપુર એકમના પ્રમુખ દયાશંકર તિવારીએ જણાવ્યું હતું કે પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કર્યા પછી 96 નામાંકન પાછા ખેંચી લીધા હતા.

આ પણ વાંચો…પાલિકા સંગ્રામઃ કોણ – ક્યાં – કોની સાથે?, કોણ – ક્યાં – કોની સામે??

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button