મહારાષ્ટ્રના લાતુરમાં હાઇ-વે પર એસટી બસ પલટીઃ 38 જણ ઘાયલ

મુંબઈઃ લાતુર જિલ્લામાં હાઇવે પર એક બાઇકને ટક્કરથી બચાવવા જતા એસટી બસ પલટી ખાઇ ગઇ હતી જેમાં ઓછામાં ઓછા 38 જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માત ચાકુર તહેસિલના બપોરે બે કલાકે નંદગાંવ પાટી નજીક નાગપુર-રત્નાગિરી હાઇ-વે પર આ અકસ્માત થયો હતો, જેમાં 38 જણ ઘાયલ થયા હતા અને તેમાંથી છ જણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: દ્રારકાધીશના દર્શને જતી શ્રદ્ધાળુઓની બસ મોરબી નજીક પલટી, 16 ઘાયલ
બસ અહેમદનગરથી લાતુર આવી રહી હતી ત્યારે એક મોટરબાઇકને ટકરાય નહીં તેની સાવચેતી રાખવામાં ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ પલટી ખાઇ ગઇ હતી.
અકસ્માતને નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યાનુસાર બસ પૂરવેગે દોડી રહી હતી. અમુક અંતર સુધી પસ ઘસડાઇ હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બસમાં 48 પ્રવાસી હતા, જેમાં મહિલા અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા.