મહારાષ્ટ્ર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈયાર નથી. કારણ શું આપ્યું કમિશનરે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈયાર નથી. કારણ શું આપ્યું કમિશનરે?

મુંબઈઃ હાલ આખા દેશમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) શરુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને ઘણા રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે, મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરે (CEO) પણ ચૂંટણી પંચ (ECI)ને પત્ર લખીને તેઓ હાલમાં SIR માટે તૈયાર નહીં હોવાનું જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે SIR સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી જ હાથ ધરવામાં આવવો જોઈએ.

હકીકતમાં, ભારતીય ચૂંટણી પંચે (ECI) રાજ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. આ સૂચવે છે કે કમિશન ઓક્ટોબર-નવેમ્બરમાં મતદાર યાદી સુધારણાની આ પ્રક્રિયા શરૂ કરી શકે છે.

આ પણ વાંચો:સલમાન ખાનના ઘર બહાર ગોળીબાર: લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી કોર્ટે ફગાવી

દરમિયાન, મહારાષ્ટ્ર ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે અગાઉ પણ ચૂંટણી પંચને લખ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી જ SIR હાથ ધરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે અમે ફરી એકવાર ચૂંટણી પંચને રીમાઇન્ડર મોકલીશું, કારણ કે SIR અને ચૂંટણી બંનેમાં સમાન માનવબળનો ઉપયોગ થાય છે, જેથી હાલમાં SIR કરાવવાનું શક્ય નથી.

આ પણ વાંચો:Good News: થાણેની મેટ્રો-4નો પ્રથમ ટ્રાયલ રન સફળ, પ્રવાસીઓ માટે ખુશખબર

31 જાન્યુઆરી પહેલા મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાશે
16 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે 2022 થી ઓબીસી અનામત અંગે ચાલી રહેલા વિવાદને કારણે રખડી પડેલી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 31 જાન્યુઆરી,2026 સુધીમાં યોજવાનો આદેશ આપ્યો હતો.

દેશભરમાં SIR ની જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી પંચ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ જાહેરાત ઓક્ટોબરના પહેલા કે બીજા અઠવાડિયામાં થઈ શકે છે. બિહાર માટે અંતિમ SIR મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશે.

આ પણ વાંચો:એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ: કોન્સ્ટેબલે ‘દાઢીવાળા’ શખસને બે વાર ગોળી મારી: સાક્ષીદાર

SIR એ બિહારમાં મોટો હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે વિરોધ યાત્રાનું આયોજન કર્યું અને ચૂંટણી પંચ અને ભાજપ પર મત ચોરીનો આરોપ લગાવ્યો. તમને જણાવી દઈએ કે મોટા ભાગના રાજ્યોમાં છેલ્લો SIR 2002 થી 2004 ની વચ્ચે યોજાયો હતો.

સંબંધિત લેખો

Back to top button