રાજ્યના 35 લાખ ખેડૂતો માટે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાને કરી મોટી જાહેરાત
મુંબઇ: રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અસંતુલીત વાતાવરણને કારણે ખરીફ પાક વેડફાયો છે. જેને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હતું, જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને મદદ મળી રહે તે માટે વિરોધી પક્ષ દ્વારા વારંવાર સરકારની ટીકા કરવામાં આવી રહી હતી.
હવે દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને પાક વિમાની રકમ વહેંચવાની શરુઆત કરવામાં આવી છે એવી જાણકારી રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ આપી છે. તેમણે પ્રાસાર માધ્યમો સાથે વાત કરતાં આ જાણકારી આપી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નુકસાનગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવેલ સર્વેનો અંતિમ અહેવાલ પ્રાપ્ત થયો છે. જે અંતર્ગત રાજ્યના 35 લાખ ખેડૂતોને વિમાની રકમ આપવામાં આવનાર છે. આ રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેન્કના ખાતામાં જમા થશે. આજથી વિમાની રકમની વહેંચણીની શરુઆત કરવામાં આવી છે. આવી જાણકારી કૃષિ પ્રધાને આપી હતી.
પ્રસાત માધ્યમો સાથે વાત કરતાં કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે, નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં તકવામાં આવેલ સર્વેનો અંતિમ અહેવાલ અમારી પાસે આવી ગયો છે. આ અહેવાલને ધ્યાનમાં લઇને સંબંધિત જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમોને આધારે રાજ્યના 35 લાખ8 હજાર ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં કુલ 1 હજાર 743 કરોડ રુપિયા પાક વિમાની રકમ વહેચવાની આજથી શરુઆત થઇ ગઇ છે.