માસિક સ્રાવની તપાસ માટે શાળામાં છોકરીઓનાં કપડાં ઉતાર્યા: મુખ્ય પ્રધાન ફડણવીસે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

માસિક સ્રાવની તપાસ માટે શાળામાં છોકરીઓનાં કપડાં ઉતાર્યા: મુખ્ય પ્રધાન ફડણવીસે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શાળામાં છોકરીઓ માસિક સ્રાવમાં છે કે નહીં તે તપાસી શકાય તે માટે કપડાં ઉતારવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશો જારી કર્યા છે, એમ રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને ગુરુવારે જણાવ્યું હતું.

તેમણે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે મુખ્ય પ્રધાને થાણે જિલ્લાની એક ખાનગી શાળામાં બનેલી ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

મહાજને કહ્યું કે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અનિયમિત પિરિયડ્સ માત્ર પ્રેગનન્સી નહીં, આ કારણોથી પણ થઈ શકે છે

કોંગ્રેસના નાના પટોલેએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ઘટના મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ બની શકે છે.

એનસીપી (એસપી)ના જીતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે શાળાના આચાર્ય પોતે એક મહિલા છે. પોલીસે છોકરીઓના કપડાં ઉતારવાના આરોપમાં આચાર્ય અને અન્ય એક કર્મચારીની ધરપકડ કરી છે.

પોલીસે આ કેસમાં પહેલેથી જ કાર્યવાહી કરી છે એ બાબત પર ભાર મૂકતાં મહાજને ગૃહને એવી ખાતરી આપી હતી કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: મહિલાઓને પેઇડ પીરિયડ લીવ ન આપવી જોઈએ, જાણો સ્મૃતિ ઇરાનીએ આવું કેમ કહ્યું

કોંગ્રેસના વિધાનસભ્ય જ્યોતિ ગાયકવાડે પણ એવી માગણી કરી હતી કે દોષીને છોડવામાં ન આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે શાળાઓમાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન અને પાણી જેવી સુવિધાઓ જરૂરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે થાણે જિલ્લાના શાહપુર વિસ્તારમાં આવેલી શાળાના શૌચાલયમાં લોહીના ડાઘ મળી આવ્યા બાદ આ ઘટના બની હતી.

આ ઘટનાથી છોકરીઓના માતા-પિતામાં રોષ ફેલાયો હતો, જેમણે બુધવારે શાળાના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ઘટનામાં સામેલ મેનેજમેન્ટ અને શિક્ષકો સામે કાર્યવાહીની માગણી કરી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button