આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે એડીબીએ 400 મિલિયન ડોલરની લોન મંજૂર કરી

નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે 400 મિલિયન ડોલરના પરિણામ-આધારિત ધિરાણ (આરબીએલ) કાર્યક્રમને મંજૂરી આપી છે.

આ લોનનો ઉપયોગ 34 જિલ્લાઓમાં, ખાસ કરીને આબોહવા-સંવેદનશીલ અને આર્થિક રીતે પાછળ રહેલા મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે કરવામાં આવશે, જે ગ્રામીણ સમુદાયોને બજારો, લોજિસ્ટિક્સ હબ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડશે.

આપણ વાચો: ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ

બેંકે એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, સુધારેલા રસ્તાઓથી 1.7 મિલિયનથી વધુ લોકોને લાભ થશે, જેમાં ઓછામાં ઓછા 80 ગામડાઓ અને લગભગ 410 ગ્રામીણ સમુદાયોના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

આ સુધારાઓ લગભગ 350 કિલોમીટર (કિમી) રાજ્ય ધોરીમાર્ગો અને 2,577 કિલોમીટર ગ્રામીણ રસ્તાઓને આવરી લેશે.
‘આ કાર્યક્રમ ગ્રામીણ ગામડાઓ, લણણી પછીના કેન્દ્રો અને આવશ્યક સામાજિક સેવાઓ સાથે રોડ કનેક્ટિવિટી સુધારીને મહારાષ્ટ્રમાં સંતુલિત અને સર્વ સમાવેશક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે,’ એમ એડીબીના ભારત માટેના ક્ધટ્રી ડિરેક્ટર મિઓ ઓકાએ જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button