લાડકી બહેન…માં ગોસમોટાળા:પત્નીના નામે ૩૦-૩૦ અરજી કરી…
પનવેલ: રાજ્યભરમાં મહિલાઓના ખાતામાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ’ યોજનાના પૈસા જમા થઇ રહ્યા છે ત્યારે આ યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ અંગેની ફરિયાદ ભાજપના માજી નગરસેવકે પનવેલના તહેસિલદારને પત્ર લખીને કરી છે.
આ પણ વાંચો : લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને મળશે માત્ર…..
ખારઘરની મહિલા પૂજા પ્રસાદ મહામુનીએ આ યોજના હેઠળ અરજી કરતી વખતે આધાર કાર્ડ આપ્યું હતું તેનો દુરુપયોગ કરીને સાતારાના જાધવ નામની વ્યક્તિએ પોતાની પત્નીના નામે આ યોજનાનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
મહામુનીએ વારંવાર અરજી કરી હોવા છતાં સબમિટ ન થતું હોવાથી તેમને ભાજપના ખારઘરના માજી નગરસેવક નિલેશ બાવિસ્કરના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. બાવિસ્કરે આ અંગે તપાસ કરતા મહામુનીની અરજી અપ્રૂવ્ડ થઇ હોવાનું ઓનલાઇન જણાયું હતું અને તેમાં મોબાઇલ નંબર એક જાધવ નામના વ્યક્તિ હોવાનું પણ જણાયું હતું.
આ અંગે વધુ તપાસ કરતા તે વ્યક્તિએ પોતાના પત્નીના નામે એક નહીં, પણ ૩૦ અરજી ભરી હોવાનું જણાયું હતું. આ અંગે તાત્કાલિક પનવેલ તહેસિલદાર કાર્યાલયે ફરિયાદ કરાઇ હતી.
આ પણ વાંચો : લાડકી બહેન યોજના હેઠળ 1.7 કરોડ લાભાર્થીઓને નાણાં અપાયા: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
આ યોજનાનું પેમેન્ટ આધાર કાર્ડના આધારે હોય છે. આધાર કાર્ડમાં જે નંબર હોય છે તે અનુસાર પેમેન્ટ કરાતું હોય છે.
સાતારાની બૅંકમાં પૈસા કેવી રીતે જમા થયા તેની વધુ તપાસ કરાઇ રહી છે, એમ પનવેલના નાયબ તહેસિલદાર સંજય ભાલેરાવે જણાવ્યું હતું.