આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લઈને ભાજપે વિધાનસભા ચૂંટણી માટે મેગા પ્લાનિંગ શરૂ કરી દીધું છે. પાર્ટી હાઈકમાન્ડે વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તે માટે ભાજપે અત્યારથી જ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપે વિધાનસભા ચૂંટણી માટે 21 નેતાઓની જમ્બો ટીમ બનાવી છે, જેનું નેતૃત્વ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે. વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને લોકસભાની ચૂંટણીમાં હારેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેને વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવામાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપના આ નિર્ણયથી એવું માનવામાં આવે છે કે ગડકરી ટૂંક સમયમાં રાજ્યની રાજનીતિમાં સક્રિય થઈ જશે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં, નીતિન ગડકરીએ નાગપુર સીટ પરથી ચૂંટણી લડતી વખતે કોંગ્રેસના વિવેક ઠાકરે વિરુદ્ધ લગભગ 25 રેલીઓ કરી હતી. તેમણે 1,37,000 મતોના માર્જિનથી સતત ત્રીજી વખત આ બેઠક જીતી હતી.

પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે, “મહાયુતિ માટે ભાજપની યોજના બૂથ લેવલ સુધી મેનેજ કરવાની છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. અમે લોકસભાની ચૂંટણીમાંથી શીખીને આગળ વધીશું અને આગામી ચૂંટણી જીતીશું.”

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપે ચાર મોટા નેતાઓને વિધાનસભાની કમાન સોંપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વિશેષ પ્રચારક બનાવવામાં આવ્યા છે. તેઓ એક મહિના સુધી રાજ્યમાં રહીને જોરશોરથી પ્રચાર કરશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના મુખ્ય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ અભિયાનનું નેતૃત્વ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે કરશે. ભાજપે અલગ અલગ કમિટીઓ બનાવી છે.

ભાજપનો ગઢ ગણાતા વિદર્ભમાં ભાજપના હાથમાંથી બાજી જઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં, વિદર્ભની 10 લોકસભા બેઠકોમાંથી, મહાવિકાસ આઘાડીએ 7 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 2 અને શિવસેના શિંદે જૂથને 1 બેઠક મળી હતી. આવી સ્થિતિમાં ભાજપએ વિદર્ભ માટે ખાસ પ્લાન બનાવ્યો છે. ગડકરી વિશે એવું કહેવાય છે કે તેઓ રાજકીય ચાલાકીમાં માહેર છે અને પાર્ટી તેમની આ વ્યવહારકુશળતાનો ઉપયોગ કરવા માગે છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker