વિપક્ષનો ‘ભોપળા વિરોધ’, સરકારે લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે કંઈ કર્યું ન હોવાનો આક્ષેપ

(અમારા પ્રતિનિધિઓ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનભવન સંકુલમાં વિપક્ષી વિધાનસભ્યો દ્વારા ગુરુવારે ‘ભોપળા વિરોધ’ (પમ્પકિન પ્રોટેસ્ટ) કરીને એવો દાવો કર્યો હતો કે વિધાનસભાના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન સરકાર તરફથી જનતાને કશું જ મળ્યું નથી.
તેઓએ ‘ખેડૂતો માટે લોન માફી – એક ભોપળું’, ‘લોકોની આરોગ્ય સંભાળ – એક ભોપળું’, ‘આદિવાસીઓ માટે અધિકાર – એક ભોપળું’, અને ‘વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને કામગારો માટે નોકરી – એક ભોપળું’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર શુક્રવારે સમાપ્ત થશે.
આ પણ વાંચો: વિરારમાં મરાઠી વિરોધી ટિપ્પણી બદલ રિક્ષાચાલકને ફટકાર્યો:શિવસેના, મનસેના કાર્યકરો સહિત 20 જણ સામે ગુનો…
‘મહારાષ્ટ્રના લોકોને વિધાનસભાના આ ચોમાસું સત્રમાંથી શું મળ્યું? એક ભોપળું,’ એમ વિપક્ષી સભ્યો દ્વારા પ્રદર્શિત બેનર પર એક સૂત્ર વાંચવા મળ્યું હતું.
ખેડૂતો, આદિવાસી, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આશા (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) કામદારો અને મિલ કામદારો સહિત સમાજના વિવિધ વર્ગોના મુદ્દાઓને અવગણવા બદલ સરકારની ટીકા કરવા માટે વિરોધીઓએ હાથમાં ભોપળા લીધા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના બાર, પરમિટ રૂમનો ટેક્સ વધારાના વિરોધમાં 14 જુલાઈએ ડ્રાય ડે
તેમણે શાસક ગઠબંધન પર જનતાને લગતા મુખ્ય મુદ્દાઓ પર કામ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.