મહારાષ્ટ્રમાં નવા વર્ષના સ્વાગત માટે પોલીસ પણ તૈયાર છે…
મુંબઇઃ 2024 નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. લોકો 2024ને વિદાય આપવા તૈયાર છે.
આ પણ વાંચો : પ્રવાસીઓ સાથે ‘મનમાની’: ટ્રાફિક પોલીસે ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરી
સર્વત્ર ખુશી અને ઉત્સાહનો માહોલ છે. મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ વિવિધ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. મુંબઈ, પુણે, નાગપુર સહિત મોટા ભાગના સ્થળોએ નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર મહારાષ્ટ્ર નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકારવા માટે તૈયારી કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આજે રાત્રે રેલવે દ્વારા સ્પેશિયલ લોકલ છોડવામાં આવશે. બીજી તરફ આજે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.
2024ને વિદાય આપવા અને નવા વર્ષ 2025ને આવકારવા માટે હોટલ, રેસ્ટોરન્ટ, પબ, રિસોર્ટ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થોની મિજબાની પણ તૈયાર કરવામાં આવી છે. તેની સાથે અનેક લોકોના ઘરે ઘરે પાર્ટીઓ પણ તૈયાર કરવામાં આવશે. ઘણા લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. મોટાભાગના પ્રવાસન સ્થળો પર હોટેલ બુકિંગ ભરાઈ ગયું છે.
આજે રાત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નવા વર્ષની પાર્ટી વિવિધ ખાદ્યપદાર્થોનો સ્વાદ લઈને અને લાઈવ મ્યુઝિક બેન્ડના બીટ પર ડાન્સ કરીને દરેક જગ્યાએ ઉજવવામાં આવશે.
મુંબઇની વાત કરીએ તો મુંબઇના દરેક બીચ પર નવા વર્ષને આવકારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે 15,000 પોલીસકર્મીઓનું દળ તૈયાર છે. એન્ટી-નાર્કોટિક્સ વિભાગ ડ્રગ પેડલરોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે. તેમજ હોટલ, પબ, નાઈટ ક્લબ, લોન્જ, ફ્લેટ, બંગલા, રિસોર્ટમાં થતી પાર્ટીઓ પર નજર રાખવા માટે ખબરી નેટવર્ક પણ સક્રિય કરવામાં આવ્યું છે.
કલ્યાણમાં પણ કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અનેક સ્થળોએ નાકાબંધી કરવામાં આવી છે. બીટ માર્શલ પેટ્રોલીંગ, મોબાઈલ પેટ્રોલીંગ, બ્રેથ એનાલાઈઝીંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
પુણેમાં પણ પોલીસ નવા વર્ષના સ્વાગત માટે તૈયાર છે. 800 ટ્રાફિક પોલીસ જવાનો ચોક પર તૈનાત કરવામાં આવશે. પુણે શહેરમાં મુખ્યત્વે 27 મહત્વના સ્થળો પર ડ્રંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી કરવામાં આવશે. 800 ટ્રાફિક પોલીસ જવાનો ચોક પર તૈનાત કરવામાં આવ્યા છે.
નાશિકની વાત કરીએ તો નાશિક શહેરમાં 65 સ્થળોએ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવા વર્ષની પાર્ટીને ધ્યાનમાં રાખીને 3000 પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 200 પોલીસ અધિકારીઓ, 3000 પોલીસ એન્ફોર્સર્સ અને 600 હોમગાર્ડને પણ રસ્તા પર ધ્યાન રાખવા માટે રાખવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
થાણેમાં રેવ પાર્ટી પર પોલીસની ડ્રોન વોચ છે. પોલીસ થાણેની ખાડી અને નિર્જન સ્થળોએ થતી રેવ પાર્ટીઓ પર ડ્રોન વોચ રાખશે. તેમજ હોટલ કે હાઈરાઈઝમાં કોઈપણ ડ્રગ પાર્ટી પર પોલીસ ચાંપતી નજર રાખશે. આ માટે થાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમો તૈયાર છે.
આ પણ વાંચો : નવા વર્ષની પાર્ટી માટે પબ દ્વારા કોન્ડોમ, ઓઆરએસનું વિતરણઃ કોંગ્રેસે કરી ફરિયાદ
નવા વર્ષને વધાવવા માટે લોકોૌ મોટી સંખ્યામાં કોંકણના જિલ્લાઓમાં વિશાળ દરિયા કિનારે ભેગા થયા છે. રાજ્યના ખૂણેખૂણેથી પ્રવાસીઓ કોંકણમાં આવી રહ્યા છે. કોંકણની હોટેલ્સ સીફૂડ પ્રેમીઓ માટે 25 વિવિધ પ્રકારની કોંકણ માછલીની વાનગીઓ પીરસવા તૈયાર છે.