આમચી મુંબઈ

મુંબઈમાં કોંગ્રેસના સુપડા સાફ, ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની એનસીપીના વળતા પાણી

મુંબઈ : મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે. જોકે, કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક જોવા મળી રહ્યું છે.

જેમાં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ કુલ 2,869 વોર્ડમાંથી 2,132 વોર્ડના ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ 1,117 વોર્ડમાં આગળ છે. જ્યારે કોંગ્રેસ 192માં આગળ છે. જોકે, આ ઉપરાંત ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની એનસીપીના વળતા પાણી છે.

આપણ વાચો: મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ અગ્રેસર, ભાજપે ખુશી વ્યક્ત કરી…

બીએમસીમાં કોંગ્રેસના સુપડા સાફ

જોકે, આ બધામાં મહત્વની બાબત એ છે કે, બીએમસીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. જેમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ અને શૈક્ષણિક કેન્દ્ર પુણે બંનેમાં કોંગ્રેસ ફક્ત પાંચ-પાંચ બેઠકો પર આગળ રહી શકી છે.

જ્યારે પિંપરી-ચિંચવાડ, વસઈ-વિરાર, ઉલ્હાસનગર, નાંદેડ-વાઘાલા, જલગાંવ, અહિલ્યાનગર, ધુળે અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મુખ્ય વિસ્તારોમાં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નહીં. જ્યારે મુખ્યમંત્રી શિંદેના ગઢ ગણાતા થાણેમાં કોંગ્રેસ ફક્ત બે બેઠકો પર આગળ રહી છે. જ્યારે નવી મુંબઈમાં ખાતું પણ ખોલી શકી નથી.

આપણ વાચો: મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે કોર્પોરેશનમાં બિનહરીફ ચૂંટણીઓની તપાસના આદેશ આપ્યા…

કોંગ્રેસનું કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં નોંધપાત્ર પ્રદર્શન

આ ઉપરાંત ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ કોંગ્રેસે કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. જેમાં લાતુરમાં કોંગ્રેસ 21 વોર્ડ સાથે આગળ છે. અમરાવતી અને ચંદ્રપુરમાં, પાર્ટી અનુક્રમે 13 અને 12 વોર્ડ સાથે આગળ છે.

ભિવંડી નિઝામપુરમાં, કોંગ્રેસ 12 વોર્ડ સાથે અન્ય પક્ષોને પણ પાછળ છોડી દે છે. જ્યારે નાગપુરમાં (22 વોર્ડ), કોલ્હાપુર (23 વોર્ડ) અને અકોલા (15 વોર્ડ)માં કોંગ્રેસ મજબૂત રીતે બીજા સ્થાને છે.

આપણ વાચો: મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે? જાણો મહત્ત્વની અપડેટ

શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપીના પણ વળતા પાણી

આ ઉપરાંત અત્યાર સુધીના ટ્રેન્ડમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી 135 વોર્ડમાં આગળ છે. જ્યારે શરદ પવારની એનસીપી (સપા) 19 માં આગળ છે. જેમાં મુંબઈ ઉપરાંત અન્ય મોટા શહેરોમાં પણ શરદ પવારની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

થાણેમાં પાર્ટી 3 બેઠકો પર આગળ છે. જોકે, પૂણે, કલ્યાણ, નવી મુંબઈ, ઉલ્હાસનગર અને વસઈ-વિરાર જેવા શહેરોમાં એનસીપી- એસપી નું ખાતું પણ નથી ખૂલ્યું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button