આમચી મુંબઈમહારાષ્ટ્ર

પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકર પર પેસેન્જરે કર્યો હોકી સ્ટિક વડે હુમલો, જાણો સમગ્ર મામલો…

મુંબઇઃ મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 29 વર્ષથી ટિકિટ ચેકીંગ કરનારા રેલવે કર્મચારી પર એક મુસાફરે હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો. આ ઘટના પશ્ચિમ રેલ્વેની છે અને આ હુમલો એટલા માટે થયો કારણ કે ટિકિટ ચેકરે પેસેન્જરને સેકેન્ડ ક્લાસની ટિકિટ લઇ ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવા બદલ દંડ ફટકાર્યો હતો. પશ્ચિમ રેલવેમાં આ પ્રકારનો બીજો કિસ્સો છે, જ્યાં કોઈ મુસાફરે ટિકિટ ચેક કરી રહેલા રેલવે કર્મચારીને માર માર્યો હોય. આપણે આ ઘટના જાણીએ.

આ પણ વાંચો : દુવિધા કે સુવિધાઃ મલાડ સ્ટેશને બનાવાશે આ કારણથી સ્ટીલનું પ્લેટફોર્મ

ટિકિટ ચેકરનું નામ વિજય કુમાર પંડિત છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ સવારે લગભગ 7.13 વાગે નાલા સોપારા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સ્ટેશન માસ્તરની ઑફિસની સામે લોકલ ફર્સ્ટ ક્લાસમાંથી ઉતરતા લોકોની ટિકિટ ચેક કરી રહ્યા હતા. તેમણે એક વ્યક્તિને ફર્સ્ટ ક્લાસમાંથી ઉતરતા જોયો અને તેની પાસે ટિકિટ માગી, તો તેણે ગોરેગામથી નાલાસોપારા સુધીની સેક્ડ ક્લાસની ટિકિટ બતાવી. તેમણે એને જણાવ્યું હતું કે તે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી હતી તો તેની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવી જોઇએ. તેણે બતાવેલી ટિકિટ સેકન્ડ ક્લાસની છે. આ માટે એણે દંડ ભરવો પડશે. મુસાફરે જણાવ્યું કે તેની પાસે માત્ર 210 રૂપિયા જ છે. આ પછી મુસાફર ત્યાંથઈ ચાલ્યો ગયો અને ટીસી પણ બીજાની ટિકિટ ચેક કરવામાં બિઝી થઇ ગયા. ત્યાર બાદ તેઓ ટીસી તેમની ઑફિસમાં જઇ રહ્યા હતા, ત્યાં તે મુસાફર પાછળથી આવ્યો અને હોકી સ્ટીકથી તેમને ઝૂડીને ભાગી ગયો. અચાનક થયેલા હુમલાથી ટીસીના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. તેમને સ્થાનિક હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યાર બાદ મધ્ય રેલવેની મોટી હૉસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા. ટીસી વિજય કુમાર પંડિતના નિવેદનના આધારે વસઈ જીઆરપીએ અજાણ્યા મુસાફર સામે ભારતીય રેલવે અધિનિયમ (બીએનએસ)ની કલમ 121(2) અને 132 હેઠળ કેસ નોંધ્યો છે.

જોકે, પશ્ચિમ રેલવેમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક મુસાફરે ટિકિટ ચેકરને માર માર્યો હતો. આવા વધી રહેલા હુમલા રેલવે કર્મચારીઓ માટે ચિંતાનો વિષય બની ગયા છે.
હાલમાં તો આ કેસમાં પોલીસે આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને તેની શોધખોળ ચાલુ છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ ક્યાં સુધી આરોપીની ધરપકડ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button