મહારાષ્ટ્રમાં 11 એમએલસીએ શપથ ગ્રહણ કર્યા
મુંબઈ: નવા ચૂંટાયેલા અગિયાર વિધાનસભ્યોએ રવિવારે અહીં વિધાન ભવનમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્યો તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
12 જુલાઈએ યોજાયેલી રાજ્ય વિધાન પરિષદની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને એનસીપીના શાસક મહાયુતિ ગઠબંધનના તમામ નવ ઉમેદવારે વિજય મેળવ્યો હતો. ભાજપે પાંચ બેઠકો જીતી હતી, જ્યારે શિવસેના અને એનસીપીને બે-બે બેઠકો મળી હતી. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને કોંગ્રેસે એક-એક બેઠક જીતી હતી, જ્યારે એનસીપી (એસપી) દ્વારા સમર્થિત શેકાપના નેતા જયંત પાટીલ હારી ગયા હતા.
આ પણ વાંચો : નીતિ આયોગમાં મમતા બેનરજીનું ‘અપમાન’ લોકશાહી ધોરણોને અનુરૂપ નથી: સંજય રાઉત
ભાજપના એમએલસી પંકજા મુંડે, પરિણય ફુકે, યોગેશ ટીલેકર, અમિત ગોરખે અને સદાભાઉ ખોત, એનસીપીના રાજેશ વિટેકર અને પાર્ટીના મહાસચિવ શિવાજીરાવ ગર્જે, શિવસેનાના ભાવના ગવળી અને કૃપાલ તુમાનેએ શપથ ગ્રહણ કર્યા હતા.
કોંગ્રેસના પ્રજ્ઞા સાતવ અને શિવસેના (યુબીટી) નેતા મિલિંદ નાર્વેકરે પણ રાજ્ય વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં શપથ ગ્રહણ કર્યા હતા. (પીટીઆઈ