Maharashtra વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે ચૂંટણી, જાણો કયા પક્ષ પાસે કેટલા મત
મુંબઇ :મહારાષ્ટ્ર(Maharashtra)વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્ય વિધાનસભાના સભ્યો દક્ષિણ મુંબઈના વિધાન ભવન સંકુલમાં એકઠા થશે જ્યાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના માત્ર ત્રણ મહિના પહેલા વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ રહી છે. તેથી તમામ રાજકીય પક્ષો માટે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમામ પક્ષોએ પોતપોતાની જીત સુનિશ્ચિત કરવા રણનીતિ બનાવી છે.
11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે 5 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પંકજા મુંડે, યોગેશ તિલકર, પરિણય ફુકે, અમિત ગોરખે, સદાભાઉ ખોતનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપના સહયોગી શિંદે જૂથની શિવસેનાએ બે ઉમેદવારો- પૂર્વ લોકસભા સભ્ય ક્રિપાલ તુમાને અને ભાવના ગવળીને ચૂંટણી સ્પર્ધામાં ઉતાર્યા છે. જ્યારે એનસીપીએ શિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકરને ટિકિટ આપી છે. વિપક્ષી પાર્ટી એમવીએ રાજ્યમાં 3 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના (UBT)માંથી 1 ઉમેદવાર, કોંગ્રેસ અને NCP(SP)ના 1 ઉમેદવારે ભારતીય શેતકરી કામદાર પાર્ટીના જયંત પાટીલને ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ન ઉતારીને સમર્થન આપ્યું છે.
કઈ પાર્ટી પાસે કેટલા ધારાસભ્યો છે?
ભાજપ- 103
કોંગ્રેસ- 37
શિવસેના (ઉદ્ધવ જૂથ) –15
NCP (અજિત પવાર)- 40
શિવસેના (શિંદે જૂથ)- 38
NCP (શરદ પવાર)- 12
આ સાથે બહુજન વિકાસ અઘાડી પાસે 3 ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટી પાસે 2 ધારાસભ્યો છે, AIMIM અને પ્રહાર જનશક્તિ પાર્ટી પાસે બે-બે ધારાસભ્યો છે. આ સિવાય પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા- 1, રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP)-1,કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)-1,ક્રાંતિકારી શેતકરી પાર્ટી- 1, જનસુરાજ્ય શક્તિ – 1 ધારાસભ્ય. આ સિવાય 13 અપક્ષ ધારાસભ્યો પણ છે.
એક બેઠક માટે કેટલા મતો જરૂરી છે?
મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. વિધાનસભાની વર્તમાન સંખ્યા 274 છે. આવી સ્થિતિમાં વિધાન પરિષદની એક બેઠક જીતવા માટે કુલ 23 મત હોવા જોઈએ.
કયા સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે?
રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહના 11 સભ્યો 27 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે અને આ બેઠકો ભરવા માટે આ મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. જે સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં અવિભાજિત શિવસેનાના મનીષા કાયંદે અને અનિલ પરબનો સમાવેશ થાય છે. તેમની સાથે કોંગ્રેસના પી સાતવ અને વજાહત મિર્ઝા પણ છે.
અવિભાજિત એનસીપીના અબ્દુલ્લા દુર્રાની, ભાજપના વિજય ગિરકર, નિલય નાઈક, રમેશ પાટીલ, રામરાવ પાટીલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ (આરએસપી)ના મહાદેવ જાનકર અને ખેડૂત અને કામદાર પાર્ટી (પીડબલ્યુપી)ના જયંત પાટીલનો સમાવેશ થાય છે.