મહારાષ્ટ્રના પ્રધાને મરાઠી લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના સાંસદની ટીકા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને સોમવારે ભારપૂર્વક કહ્યું હતું કે મરાઠી માણુસનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને કોઈને મરાઠી ભાષી લોકોની ક્ષમતા પર સવાલ ઉઠાવવાની આવશ્યકતા નથી.
ભાજપના નેતા અને પ્રધાન આશિષ શેલારે શુક્રવારે તેમના પક્ષના સાંસદ નિશિકાંત દુબે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપ્યો હતો, જેમણે કહ્યું હતું કે જો ઠાકરે (ઉદ્ધવ અને રાજ) મહારાષ્ટ્રની બહાર પગ મૂકશે અને મરાઠી લોકો ‘અમારા પૈસા’ પર ટકી રહેવાનો આરોપ લગાવશે તો તેમને ‘વારંવાર કચડી નાખવામાં આવશે.’
દુબેનું નામ લીધા વિના, શેલારે વિધાનસભામાં કહ્યું કે કોઈએ મરાઠી સમુદાયના યોગદાન પર પ્રશ્ર્ન ઉઠાવવો જોઈએ નહીં. ‘ઝારખંડના કોઈ સાંસદે મરાઠી લોકો દ્વારા કરવામાં આવેલા કાર્ય પર ટિપ્પણી કરી છે. હું તેમનું નામ નહીં લઉં – તે આ ગૃહના સભ્ય નથી. પરંતુ મહાયુતિ અને ભાજપ ખૂબ જ સ્પષ્ટ છે, કોઈપણ કાયદાની મર્યાદામાં બોલી શકે છે, પરંતુ કોઈને પણ મરાઠી લોકોના કાર્યો અને યોગદાન પર પ્રશ્ર્ન ઉઠાવવાનો અધિકાર નથી,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: હિન્દી-મરાઠી વિવાદ: માશેલકર સમિતિનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
શેલારે ઉમેર્યું, આખો દેશ જીડીપીમાં અમારા યોગદાનને જાણે છે. અમે દેશની પહેલી ફિલ્મ બનાવી અને પહેલા નૌકાદળની સ્થાપના કરી. મરાઠી લોકો કોઈના ભિક્ષા પર જીવતા નથી.
શેલારે ગૃહમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ સાંસદનું નામ લેવાનું ટાળી રહ્યા હતા, ત્યારે તેમને જવાબ આપવાની ફરજ પડી હતી. તે ફક્ત રાજકારણ વિશે નથી, આ રાજ્યના લોકો માટે આદર વિશે છે, એમ તેમણે કહ્યું હતું.