પાત્ર મરાઠાને જ તેમનો અધિકાર મળશે: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાત્ર મરાઠાને જ તેમનો અધિકાર મળશે: ફડણવીસ

હૈદરાબાદ ગેઝેટિયર અંગે સ્પષ્ટતા: છગન ભુજબળે કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો ન હોવાનો દાવો: મનાવી લેવામાં આવશે એવો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા અનામત સંબંધે રાજ્ય સરકારે હૈદરાબાદ ગેઝેટ સ્વીકારવા અને તેને લાગુ કરવા માટે બહાર પાડેલા સરકારી આદેશ (જીઆર)ને પગલે કેટલાક ઓબીસી નેતાઓ અને સંગઠનોએ વિરોધ કર્યો છે.

રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન અને ઓબીસી સમાજના નેતા છગન ભુજબળે પણ આ જીઆર સામે વાંધો ઉઠાવ્યો છે. ભુજબળે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ જીઆર સામે કોર્ટમાં જશે.

આપણ વાંચો: મરાઠા અનામત જીઆર: છગન ભુજબળનું પહેલું મોટું પગલું: મુખ્ય પ્રધાન સામેની નારાજી વ્યક્ત કરવા કેબિનેટની બેઠકનો બહિષ્કાર

આ દરમિયાન, એવી ચર્ચા છે કે જ્યારે રાજ્ય કેબિનેટ ઉપરોક્ત જીઆર અંગે બેઠક મળી ત્યારે ભુજબળ બેઠક છોડીને ગયા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે એવી સ્પષ્ટતા કરી હતી કે, છગન ભુજબળે રાજ્ય કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો નહોતો.

તેમની અને મારી વચ્ચે ચર્ચા થઈ છે. મેં તેમને ખાતરી આપી છે કે અમારી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ (જીઆર)ની ઓબીસી સમુદાય પર કોઈ અસર થશે નહીં. કારણ કે આ કોઈ સામાન્ય જીઆર નથી. આ ફક્ત પુરાવાઓનો જીઆર છે.

આપણ વાંચો: મરાઠા અનામત આંદોલન: દક્ષિણ મુંબઈનાં છ પોલીસ સ્ટેશનમાં નવ કેસ દાખલ કરાયા

ભૂજબળને મનાવી લેશું: દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, મરાઠવાડામાં કોઈ બ્રિટિશ શાસન નહોતું. મરાઠવાડામાં નિઝામનું શાસન હતું. તેથી, મરાઠવાડામાં જાતિઓ અંગેના પુરાવા અન્યત્ર ઉપલબ્ધ નથી. તે ફક્ત નિઝામ પાસે જ ઉપલબ્ધ છે, એટલે કે હૈદરાબાદ ગેઝેટમાં. અમે ત્યાંના પુરાવા સ્વીકાર્યા છે. તે પુરાવા મુજબ, ફક્ત એ જ લોકોને આ પ્રમાણપત્ર મળશે જે ખરેખર કુણબી છે.

તેથી, મને લાગે છે કે જે લોકો હકદાર છે તેમને જ લાભ મળશે. આ એક જીઆર છે જેના વિશે કોઈ ખોટું બોલી શકે નહીં.
‘ઘણા ઓબીસી સંગઠનોએ પણ સરકારના જીઆરનું સ્વાગત કર્યું છે.

ઘણા ઓબીસી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમને આ જીઆર અંગે કોઈ શંકા નથી. મને લાગે છે કે અમે છગન ભુજબળના મનમાં રહેલી શંકાઓને પણ દૂર કરીશું. જો કોઈને શંકા હોય તો અમે તેમની શંકા પણ દૂર કરીશું.’

આપણ વાંચો: મરાઠા અનામત આંદોલન: મુંબઈમાં આંદોલનકારીઓનાં વાહનોના પ્રવેશ પર રોક

ઓબીસી સમાજને અન્યાય થશે નહીં: ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, ‘હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે જ્યાં સુધી અમારી સરકાર આ રાજ્યમાં છે ત્યાં સુધી ઓબીસી સમાજને કોઈ અન્યાય થશે નહીં.

એક સમુદાયની અનામત છીનવીને બીજા સમુદાયને આપવાનો અમારો કોઈ ઇરાદો નથી. મરાઠાઓને મરાઠાઓના અધિકારો મળશે, ઓબીસીને તેમના અધિકારો મળશે. અહીં બે સમુદાયોને એકબીજા સામે લડાવવાનો કોઈ પ્રકારનો પ્રયાસ થશે નહીં.’

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button