મહારાષ્ટ્રના નેતાઓએ મહિલા ડોક્ટરના મૃત્યુની એસઆઈટી દ્વારા સ્વતંત્ર તપાસની માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં 28 વર્ષની મહિલા ડોક્ટરના કથિત મૃત્યુની સ્વતંત્ર તપાસ અને એસઆઈટી તપાસની માગણી મહારાષ્ટ્રના રાજકીય નેતાઓએ પક્ષાપક્ષનો ભેદ ભૂલીને કરી છે. બીડ જિલ્લાની વતની અને ફલટણની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ કરાયેલી ડોક્ટર ગુરુવારે રાત્રે એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.
વિપક્ષે આ ઘટના અંગે મહાયુતિની સરકાર પર નિશાન સાધ્યું, ત્યારે રાજ્યના પ્રધાનોએ એવી ખાતરી આપી હતી કે પોલીસ નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરશે. એનસીપીના નેતા ધનંજય મુંડે અને શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શુક્રવારે અલગ-અલગ રીતે સ્વતંત્ર તપાસની માગણી કરી હતી.
એક્સ પરની એક પોસ્ટમાં ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેએ કહ્યું કે જો ચોક્કસ અટક અથવા તે બીડ જિલ્લાની હતી એટલે મહિલાના ઉપરી અધિકારીઓએ તેમની ફરિયાદોને અવગણી હોય, જેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો તે એક ગંભીર બાબત છે.
‘સમગ્ર ઘટનાની તપાસ એસઆઈટી દ્વારા થવી જોઈએ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી જોઈએ,’ એમ બીડના એનસીપીના નેતાએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે તેઓ આ માગણીઓ રજૂ કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખશે.
વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા દાનવેએ પણ મહિલાના મરાઠવાડા મૂળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મરાઠવાડાની આ પુત્રી, જે તેના જન્મથી જ સંઘર્ષ કરીને જીવનમાં ઉછરી હતી, તેનું મૃત્યુ દર્શાવે છે કે રક્ષકો ભક્ષક બની ગયા છે,’ તેમણે કહ્યું હતું કે સાતારા જિલ્લાની બહારના અધિકારીઓની સ્વતંત્ર તપાસ સમિતિની નિમણૂક થવી જોઈએ.
દરમિયાન, એક ગૌણ પોલીસ અધિકારી દ્વારા મહિલા ડોક્ટર વિશે ફરિયાદ કર્યા પછી, સાતારા જિલ્લાના પોલીસ અધિકારીઓને મહિલા ડોક્ટર દ્વારા રજૂ કરાયેલા કથિત જવાબ મુજબ, તેને કામ કરવાની રીત અંગે પોલીસ અધિકારીઓ તરફથી ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેના ગૃહ જિલ્લામાં બીડમાં ગુનાખોરી અંગે મજાક ઉડાવવામાં આવતી હતી.
આપણ વાંચો: Human organ racket: દિલ્હીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ નો પર્દાફાશ, મહિલા ડોક્ટર સહીત 7ની ધરપકડ
મૃતક ડોક્ટરના એક સંબંધીએ દાવો કર્યો છે કે તેને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવા અને હોસ્પિટલમાં લાવવામાં આવેલા ધરપકડ કરાયેલા વ્યક્તિઓના તબીબી પરીક્ષણ રિપોર્ટમાં ફેરફાર કરવા માટે પોલીસ દ્વારા વારંવાર દબાણનો સામનો કરવો પડ્યો હતો.
એક કાર્યકર્તા નીતિન આંધલેએ તપાસ સમિતિને આપેલા મહિલા ડોક્ટરના કથિત નિવેદનને પોસ્ટ કર્યું હતું.
તે મુજબ, એક સાંસદે એકવાર ફોન પર તેના પર આરોપ લગાવ્યો હતો કે તે બીડની રહેવાસી હોવાથી ધરપકડ કરાયેલ વ્યક્તિને ફિટનેસ સર્ટિફિકેટ (જેનાથી પોલીસ તેની કસ્ટડી માગી શકત) ન આપતી હતી.
પોલીસ અન્ય ડોક્ટરોને તે વ્યક્તિની તપાસ કરવા માટે કહી શકતી હતી, પરંતુ આવું કરવામાં આવ્યું ન હતું, એવો તેણે દાવો કર્યો હતો. વિપક્ષી શિવસેના યુબીટીના પ્રવક્તા સુષ્મા અંધારેએ પણ આ કેસની તપાસ માટે સ્વતંત્ર એસઆઈટીની રચના કરવાની માગણી કરી હતી.
આપણ વાંચો: કેન્દ્રીય પ્રધાને ભાંગરો વાટ્યોઃ ભારતના ફર્સ્ટ મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવા…
આત્મહત્યા હેલ્પલાઇન નંબરો
હિતગુજ હેલ્પ નંબર, +91 022 24131212, મુંબઈ
આસરા, +91 022 27546669, નવી મુંબઈ
નાગપુર આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન, 8888817666, નાગપુર
કનેક્ટિંગ એનજીઓ, 1800 843 4353 (ટોલ-ફ્રી)/9922001122, દૈનિક: બપોરે 12 થી રાત્રે 8 વાગ્યા સુધી, પુણે
વાન્દ્રેવાલા ફાઉન્ડેશન, 1860 266 2345, 1800 233 3330
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ આઇકોલ, 022 25521111, સોમવારથી શનિવાર: સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી, મુંબઈ
ધ સમરિટન્સ મુંબઈ, +91 84229 84528 / +91 84229 84529 / +91 84229 84530, દૈનિક: બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી મુંબઈ
મૈત્રા હેલ્પલાઇન, +91 022 25385447, સોમવાર થી શનિ
રવિવાર: સવારે 9 થી રાત્રે 9 અને રવિવાર: સવારે 9 થી બપોરે 1, થાણે
શુશ્રુષા કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને તાલીમ સંસ્થા, +91 9422627571, +91 8275038382, ઇસ્લામપુર



