આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ગાયની તસ્કરી અટકાવવા ટૂંક સમયમાં કાયદો બનશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રમાં ગાયની તસ્કરી રોકવા માટે આગામી દિવસોમાં કાયદો લાવવામાં આવશે અને આવા પ્રકરણમાં વારંવાર ગુનો કરનારા સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગનાઈસ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લાગુ કરવામાં આવશે, એવું ગૃહ રાજ્ય પ્રધાન (ગ્રામીણ) પંકજ ભોયરે સોમવારે જણાવ્યું હતું.

વિધાન પરિષદમાં ભાજપના સભ્ય દ્વારા સામાજિક કાર્યકરો અને ગૌરક્ષકો પર પણ કેસ દાખલ કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત અટેન્શન ઓફ મોશન દ્વારા કરવામાં આવી હતી, તેના પર જવાબ આપતા ભોયરે જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૦૨૨થી જૂન ૨૦૨૫ દરમ્યાન ગૌહત્યા, ગોમાંસના પરિવહન અને વેચાણ સંબંધિત ૨,૪૯૮ કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમ્યાન ૪,૬૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧,૭૨૪ ટન ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું.

વારંવાર એક જ ગુનો કરવા બદલ ધરપકડ કરવામાં આવેલો ગુનેગાર જો ત્રીજી વખત ગાયની કતલ, દાણચોરી અને વેચાણ કરતા પકડાયો તેની સામે એમસીઓસીએ લાગુ કરવામાં આવશે. સામાજિક કાર્યકર્તા અને ગૌરક્ષો જો પોતાના દમ પર સામાજિક કાર્ય કરતા હોય અને તેમની સામે પણ કેસ દાખલ કરવામાં આવે તો કેસનો અભ્યાસ કરવામાં આવશે અને તેમની સામેના કેસ પાછા ખેંચવામાં આવશે એવું, પણ ભોયરે વિધાન પરિષદમાં કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button