આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારીઓની બદલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર ગૃહ વિભાગે 51 ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓ અને 81 રાજ્ય પોલીસ સેવા અધિકારીઓની બદલી કરી છે, જેમાં મુંબઈ અને પુણે જેવા મુખ્ય શહેરોમાં તહેનાત અધિકારીઓનો સમાવેશ થાય છે.

પુણેમાં શસ્ત્ર નિરીક્ષણ શાખામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રહેલા તેજસ્વી સાતપુતેની રાજ્ય રિઝર્વ પોલીસ દળ (એઆરપીએફ) ગ્રુપ વન પુણેના કમાન્ડર તરીકે બદલી કરવામાં આવી છે, એમ શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) મહેન્દ્ર પંડિતની થાણે શહેરથી મુંબઈમાં બદલી કરવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સ્મર્તાના પાટિલની પુણેથી પોલીસ તાલીમ કેન્દ્ર, ખંડાલામાં બદલી કરવામાં આવી છે, જ્યારે ડીસીપી (ટ્રાફિક) અમોલ ઝેન્ડેની પણ એસઆરપીએફ દૌંડના કમાન્ડર તરીકે બદલી કરવામાં આવી છે.

કોલ્હાપુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તુષાર પાટિલને મુંબઈમાં ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, વિજય પવાર, સુનિલ લોખંડે, નમ્રતા પાટિલ અને સ્મિતા પાટિલને મુંબઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે અને તેમને મુંબઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button