આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકને લઈ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો, ચેતવણી જારી કરી…

મુંબઈઃ મહારાષ્ટ્રનામાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં ગરમીના પ્રકોપને કારણે રાજ્યના આરોગ્ય ચેતવણીઓ જાહેર કરી છે. એપ્રિલના શરૂઆતના દસ દિવસમાં, મહારાષ્ટ્રમાં 34 હીટસ્ટ્રોકના કેસ નોંધાયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન નોંધાયેલા 24 કેસ કરતાં વધુ છે.

બુલઢાણા હીટસ્ટ્રોકના છ કેસ સાથે ટોચ પર છે, જ્યારે ગઢચિરોલી, નાગપુર અને પરભણી દરેકમાં ચાર કેસ નોંધાયા છે. ગરમીથી થતા મૃત્યુની કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ બુલઢાણામાં એક સંભવિત ઘટનામાં 11 વર્ષનો છોકરો બેભાન થઈ જતા હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ પામ્યો હતો.

ભારતીય હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે યલો અલર્ટની ચેતવણીઓ આપી છે, જે ભેજના સ્તરમાં વધારા સાથે તાપમાનમાં 3-4°C નો વધારો સૂચવે છે. ડોક્ટર્સે હીટસ્ટ્રોકના જોખમો પર ભાર મુકતા ઝડપી સારવાર વિના જીવલેણ બની શકવાની ચેતવણી આપે છે. ડોકટરો પ્રાથમિક સારવારમાં પીડિતોને ઠંડા સ્થળોએ લઇ જવા અને તેમને પ્રવાહી આપવાનું સૂચવે છે.

મુંબઈમાં પાલિકા દ્વારા સંચાલિત ઉદ્યાન જેવા રાહત માટે બનાવાયેલ જાહેર વિસ્તારો ગરમીના સમયે બંધ રહે છે. છતને સફેદ રંગવા અને મજૂરો બપોરના તડકામાં છાંયડા કે પીવાના પાણી વિના કામ કરતા હોવાથી તેમના કામના કલાકોમાં ફેરફાર કરવા જેવા અપૂરતા પગલાંની ટીકા થઈ રહી છે.

આ અવરોધો હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે, તે માટે કુદરતી સંસાધન સંરક્ષણ પરિષદ (NRDC) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. હોસ્પિટલ હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ પથારી બનાવી રહી છે અને બજેટમાં હવે બધા વિભાગોને તેમના આયોજનમાં આબોહવાને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે.

આમ છતાં, ગ્રામીણ વિસ્તારોમાં લાયક તબીબી સ્ટાફના અભાવે ગરમી સંબંધિત ઘટનાઓના ચોક્કસ દસ્તાવેજીકરણમાં અવરોધ ઉભો થાય છે. તેથી હીટસ્ટ્રોકના ઉકેલ માટે જાગૃતિ અને સંસાધનોમાં વધારો કરવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button