આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ પાર્ટીને થયો ફાયદો, ઠાકરે-પવાર પક્ષનું શું થયું?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અને મરાઠા અનામત આંદોલનની વચ્ચે પણ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મહારાષ્ટ્ર સરકારમાં સામેલ ત્રણેય પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટી પાર્ટી બનીને આલી છે, જ્યારે શરદ પવારના જૂથ (એનસીપી)ને સૌથી મોટો ફટકો પડ્યો છે.

મહારાષ્ટ્રમાં નકારાત્મક સંજોગો વચ્ચે પણ પંચાયતની ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર મતો મળ્યા છે, જ્યારે હરીફ પક્ષને સૌથી મોટો ફટકો પડ્યો છે. સૌથી વધુ મતો સાથે ભાજપ પહેલા ક્રમે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે (શિવસેના) અને શરદ પવાર (એનસીપી)ના જૂથને સૌથી મોટો ફટકો પડ્યો છે, જ્યારે ચોથા ક્રમે કોંગ્રેસ પાર્ટી રહી છે. લખાય છે ત્યાં સુધીના ચૂંટણીના પરિણામમાં એનડીએએ 852 અને મહાવિકાસ આઘાડી (એમવીએ)ને 569 બેઠક પર જીત મળી છે, જ્યારે 419 બેઠક પર વિપક્ષ ઉમેદવારને જીત મળી છે.


મહારાષ્ટ્રમાં રવિવારે 2,359 સીટ માટે મતદાન થયું હતું, જેમાં આજના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા ક્રમની પાર્ટી બની છે. ફક્ત ભાજપ નહીં, પરંતુ એનડીએ ગઠબંધનનું પણ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે એનસીપીમાં બળવો કર્યા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તેમાંય વળી મરાઠા અનામત આંદોલનને કારણે એકનાથ શિંદેની સરકાર હરકતમાં આવી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button