આમચી મુંબઈ

100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલના ભાષણ પરના અભિનંદન પ્રસ્તાવનો જવાબ આપતાં શુક્રવારે કહ્યું હતું કે સરકારે 100 દિવસનો પ્લાન તાલુકા સ્તરની ઓફિસથી લઈને મંત્રાલય સુધી બધા માટે જ તૈયાર કર્યો છે, જેમાં ઓફિસના રેકોર્ડ સુધારવા અને લોકાભિમુખ વહીવટનો સમાવેશ થાય છે.

Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

તેમણે કહ્યું હતું કે ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ક્યુસીઆઈ) નામની સ્વતંત્ર સંસ્થા દરેક વિભાગના કામને આધારે તેમનું 100 દિવસનું મુલ્યાંકન કરશે અને જે લોકોનો દેખાવ સૌથી સારો હશે તેમને પહેલી મે (મહારાષ્ટ્ર દિને) સન્માનિત કરવામાં આવશે.

અમે રાજ્યમાં નવી કાર્ય સંસ્કૃતિ લાવવા માગીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈ મેટ્રો -3ની દેશની સૌથી લાંબી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોને જૂન-2025 સુધીમાં કાર્યરત કરી નાખવામાં આવશે. બધી જ મેટ્રોને 2027 સુધીમાં કાર્યાન્વિત કરી નાખવામાં આવશે.

ગુજરાત વિદેશી રોકાણો આકર્ષવામાં સફળ થયાની પ્રશંસા કરવા બાબતે વિપક્ષોની ઝાટકણી કાઢતાં તેમમે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પાડોશી રાજ્યો કરતાં ત્રણ ગણા વધુ વિદેશી રોકાણો આવ્યા છે.

Also read : સન્માનઃ મધ્ય રેલવેએ બે ‘વોર હીરો’ના નામ લોકોમોટિવને આપ્યા

ગુજરાતની પ્રશંસા કરવાનું બંધ કરો, આ દરે રાજ્ય સરકારે પોતાની જાહેરાત કરવાની આવશ્યકતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button