આમચી મુંબઈ

બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે

મુંબઈ: બદલાપુર યૌન શોષણ કેસના આરોપીના એન્કાઉન્ટર અંગે મેજિસ્ટ્રેટ તપાસ રિપોર્ટ સંબંધિત સમગ્ર કાર્યવાહીને થાણા સેશન્સ કોર્ટમાં પડકારવા માગે છે એમ મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના તપાસ અહેવાલના તારણોને સ્થગિત રાખતા તેના અગાઉના આદેશને લંબાવ્યો નથી.

રિપોર્ટમાં મેજિસ્ટ્રેટે 24 વર્ષીય બદલાપુર કેસના આરોપીના મોત માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા હતા. રાજ્યએ આ મહિનાની શરૂઆતમાં સેશન્સ કોર્ટના આદેશ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આદેશમાં મેજિસ્ટ્રેટના તારણોને સ્થગિત રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર: માતા-પિતાની શંકાને પગલે એફઆઈઆર જરૂરી હતી…

સરકારી વકીલ હિતેન વેનેગાંવકરે બુધવારે ન્યાયમૂર્તિ આર એન લઢ્ઢાની ખંડપીઠે જણાવ્યું હતું કે સરકાર હવે સેશન્સ કોર્ટ સમક્ષ બાકી સમગ્ર કાર્યવાહીની માન્યતાને પડકારવા માટે તેની અરજીમાં ફેરફાર કરવા માંગે છે.

મેજિસ્ટ્રેટની તપાસ અહેવાલ સામે પાંચ પોલીસકર્મીઓ મારફતે દાખલ કરવામાં આવેલી અરજી પર સેશન્સ કોર્ટનો વચગાળાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button