આમચી મુંબઈ

હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ વિના મહારાષ્ટ્રમાં દોડે છે 10 લાખ વાહન, જાણો કોના છે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં ફરજિયાત એવા હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (એચએસઆરપી) વગર અંદાજે 10 લાખ નવા વાહનો રસ્તા પર દોડી રહ્યા છે, એમ સૂત્રોનું કહેવું છે. વાહનોની ચોરી અને તેનો દુરુપયોગ ટાળવા માટે પહેલી એપ્રિલ, 2019થી સરકારે એચએસઆરપી ફરજિયાત બનાવી હતી અને તે બેસાડવાની જવાબદારી વાહનોનો ઉત્પાદકો પર સોંપી હતી.

Also read : મહારાષ્ટ્ર સરકાર છોકરીઓ માટે એચપીવી રસી ઉપલબ્ધ કરાવવા માગે છે: અજિત પવાર…

એચએસઆરપી બેસાડવાની ડેડલાઇન હાલ 30મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આ સિવાય સરકારે પહેલી એપ્રિલ, 2019 પહેલા રજિસ્ટર્ડ થયેલા અંદાજે 2.10 વાહન માટે પણ આ સિક્યોરિટી પ્લેટ બેસાડવાનું ફરજિયાત બનાવ્યું છે.

એચએસઆરપી બેસાડવામાં આવી છે કે નહીં એ અંગે કરાયેલી એક સમીક્ષા હેઠળ જાણવા મળ્યું હતું કે. 1.15 કરોડ રજિસ્ટર્ડ વાહનમાંથી 1.05 કરોડ વાહનોમાં આ પ્લેટ બેસાડવામાં આવી છે જ્યારે 9.98 લાખ વાહનો હજી પણ આ ફરજિયાત પ્લેટ વગર જ રસ્તા પર દોડી રહ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું,

Also read : મહારાષ્ટ્ર સરકાર પર કોંગ્રેસનો નવો આરોપઃ ‘હાઈ-સિક્યોરિટી’ રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાને નામે ઉઘાડી લૂંટ…

આઇએનડી અથવા ઈન્ડિ નામે ઓળખાતી નંબર પ્લેટ વગર કેટલા વાહનો રસ્તા પર દોડે છે એ જાણવા માટે મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનરના કાર્યાલય તરફથી તમામ આરટીઓને વિશેષ ઝુંબેશ હાથ ધરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. એક તપાસ હેઠળ એમ પણ જાણવા મળ્યું છે કે રસ્તા પર જે 10 લાખ વાહનો એચએસઆરપી વગર દોડી રહ્યા છે તેમાં મોટા ભાગના વાહનો સરકારી માલિકીના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button