મહારાષ્ટ્ર સરકાર છોકરીઓ માટે એચપીવી રસી ઉપલબ્ધ કરાવવા માગે છે: અજિત પવાર…

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યમાં છોકરીઓને કેન્સરથી બચાવવા માટે હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી)ની રસી ઉપલબ્ધ કરાવવાનું વિચારી રહી છે.
Also read : મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના
રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે)ને સંબોધતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર છોકરીઓને આ રસી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે મને માહિતી આપી હતી કે કેન્સરના કેસ વધી રહ્યા છે અને એક નવી (એચપીવી) રસી ઉપલબ્ધ છે. અમે રાજ્યમાં છોકરીઓ માટે આ રસી ઉપલબ્ધ કરાવવાનું સકારાત્મક રીતે વિચારી રહ્યા છીએ. અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય પર પહોંચીશું, એમ તેમણે કહ્યું હતું.
એચપીવી એક સામાન્ય પ્રકારનો સેક્સ સંક્રમિત ચેપ છે. વાયરસના ફક્ત ઉચ્ચ જોખમવાળા સ્વરૂપો જ કેન્સર આપી કરી શકે છે. આ રસીનો ઉપયોગ એચપીવી-સંબંધિત કેન્સર, જેમ કે સર્વાઇકલ અને યોનિમાર્ગ કેન્સરને રોકવા માટે થાય છે. તે કેન્સર અને અન્ય એચપીવી-સંબંધિત પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે શ્રેણીબદ્ધ શોટ તરીકે આપવામાં આવે છે.
કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતાં પ્રધાન આબિટકરે જણાવ્યું હતું કે જીવનશૈલીમાં પરિવર્તનને કારણે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં કેન્સરના કેસ વધી રહ્યા છે.
પહેલાં એવું માનવવામાં આવતું હતું કે કેટલાક વ્યસન ધરાવનારા લોકોને જ કેન્સર થવાની શક્યતા હોય છે, જોકે, હવે એવું જોવા મળી રહ્યું છે કે વધા જ વયજૂથમાં કેન્સર થઈ રહ્યું છે અને તે ચિંતાની બાબત છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આરોગ્ય મંત્રાલયે અજિત પવારને વિનંતી કરી છે કે આ વેક્સિન રાજ્યની શુન્યથી 14 વર્ષ સુધીની બાળકીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે. મને આનંદ છે કે તેમણે ખાતરી આપી છે કે રાજ્ય સરકાર શુન્યથી ચૌદ વર્ષની બાળકીઓ માટે રાજ્યમાં નિ:શુલ્ક વેક્સિનેશન ચાલુ કરવા માટે નિર્ણય લેશે.
Also read : ઘાટકોપર અને કુર્લામાં બપોર સુધીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થશે
આરોગ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે બર્ડ ફ્લુ (એચફાઈવએનવન)ના વાઈરસ વિદર્ભના કેટલાક વિસ્તારોમાં કાગડાઓમાં જોવા મળ્યા છે. વિદર્ભમાં બર્ડ ફ્લુની સ્થિતિ પર અમે ચાંપતી નજર રાખીએ છીએ. અત્યારે બર્ડ ફ્લૂના કોઈ દર્દી વિશેની જાણકારી નથી મળી. અમે અહેવાલો નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (એઆઈવી)ને મોકલી આપ્યા છે. (પીટીઆઈ)