મહારાષ્ટ્રમાં સુરક્ષાની તમામ સાવચેતીઓ લેવામાં આવી છે: ફડણવીસ…
મહારાષ્ટ્રમાં સુરક્ષાના તમામ પગલાં લેવા અંગે પૂછવામાં આવતા, ફડણવીસે જણાવ્યું હતું કે શુક્રવારે મુંબઈમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી ફડણવીસે સંત જ્ઞાનેશ્વરના દર્શન કર્યા પછી આળંદી ગામમાં પત્રકારો સાથે વાત કરી

પુણે: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે તમામ સુરક્ષા સાવચેતીઓ લીધી છે. સંત જ્ઞાનેશ્વરના દર્શન કર્યા પછી ફડણવીસે આળંદી ગામમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પાકિસ્તાન એક આતંકવાદી રાજ્ય છે. તેઓ આતંકવાદને ટેકો આપી રહ્યા છે, પરંતુ ભારત અટકશે નહીં. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, આપણાં સશસ્ત્ર દળો પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યાં છે,’ એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં સુરક્ષાના તમામ પગલાં લેવા અંગે પૂછવામાં આવતા, ફડણવીસે જણાવ્યું હતું કે, શુક્રવારે મુંબઈમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ સુરક્ષા અને સાવચેતીઓ લેવામાં આવી રહી છે. જિલ્લા એકમોને સુરક્ષા સંબંધી માહિતી પૂરી પાડવામાં આવી છે અને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યમાં પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી એલર્ટ મોડ પર છે અને તમામ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવામાં આવી રહ્યું છે.
‘પોલીસ, નેવી અને કોસ્ટ ગાર્ડ અલર્ટ મોડ પર છે. નિયમિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને યુદ્ધના નિયમો અનુસાર જે પણ પગલાં લેવાની જરૂર છે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતાએ એનસીપીના બે જૂથો એક સાથે આવવાની શક્યતા અંગેના પ્રશ્ર્નોની અવગણના કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘તમે આ કાં તો સુપ્રિયા સુળે (એનસીપી-એસપીના કાર્યકારી પ્રમુખ) અથવા અજિત પવાર (જે એનસીપીના વડા છે)ને પૂછો. તમે મને ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ કેમ બનાવી રહ્યા છો? એવો કટાક્ષ તેમણે કર્યો હતો